વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના આલાપ પાર્ક વિસ્તારમાં પંચાયત મંત્રી અને પાલિકાના દ્વારા વિકાસના કામોની વણઝાર


SHARE









મોરબીના આલાપ પાર્ક વિસ્તારમાં પંચાયત મંત્રી અને પાલિકાના દ્વારા વિકાસના કામોની વણઝાર

મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ ગુજરાત સરકારમાં પંચાયત મંત્રીનો પદભાર સંભાળ્યો ત્યારથી મોરબી-માળિયા પંથકમાં અનેક વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીના આલાપ રોડ ઉપર આલાપ પાર્ક, ખોડિયાર, પટેલનગર, સુભાષનગર, એવન્યુ વગેરે સોસાયટીમાં લાઈટ, પાણી, રસ્તા અને વરસાદી પાણીના નિકાલ વગેરેના કામો કરવામાં આવી રહયા છે ખાસ કરીને આલાપ સોસાયટીના વરસાદી પાણીના નિકાલનો વિકટ પ્રશ્ન હતો તેને પણ ઉકેલવા માટે સ્થાનિક સભ્ય નિમિષાબેન રાજેશભાઈ ભીમાણી સહિતના દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને હાલમાં ત્રણ ફૂટના વ્યાસવાળા સિમેન્ટ પાઈપ ફિટ કરી વરસાદી પાણીના નિકાલ માટેની અંડર ગ્રાઉન્ડ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી સ્થાનિક લોકો વતી પાલિકાના સભ્ય નિમિષાબેન રાજેશભાઈ ભીમાણીએ પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપ પ્રમુખ જયરાજસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુરેશભાઈ દેસાઈ અને પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો આભાર વ્યકત કરેલ છે




Latest News