વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ટંકારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમ યોજાયો


SHARE









ટંકારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ટંકારા દ્વારા ગુરુ વંદના કાર્યક્રમ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું.જેમાં પ્રત્યેક વ્યક્તિના જીવનમાં ગુરુનું વિશિષ્ટ મહત્વ હોય છે. ગુરૂવંદના કાર્યક્રમની શરૂઆત સૌપ્રથમ સંગઠનમંત્રથી કરવામાં આવ્યો અને ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને આગળ ધપાવવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆતમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ટંકારા તાલુકાના અધ્યક્ષ ડાયાલાલ બારૈયા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું અને કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું ફૂલહાર અને ભારત માતાના ફોટા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ.

ગુરુ વંદના કાર્યક્રમમાં મુખ્ય વક્તા સતિષભાઈ પટેલ દ્વારા ગુરુનું સ્થાન ગુરુનું મહત્વ આજના સમાજમાં કેવું હોવું જોઈએ તેની સચોટ અને પ્રેરણાદાય માહિતી આપવામાં આવી.સમાજની અંદર ગુરુઓનું વંદન અને પૂજન કેમ કરવામાં આવે છે અને હિન્દુ સંસ્કૃતિમાં ગુરુઓનો શું મહિમા હતો અને હાલના સમયમાં શું મહિમા છે. તેનો ભેદ સમજાવ્યો હતો.બાળકની સૌપ્રથમ ગુરુ તેની માતા હોય છે અને સમાજની અંદર બાળકનો સંપૂર્ણ વિકાસ જેવો કે આધ્યાત્મિક, સામાજિક, વૈચારિક જેવા ગુણોનું સિંચન ફક્ત અને ફક્ત તેના ગુરુ જ કરી શકે છે તેથી જ બાળકનો બીજો ગુરુ કેહવામાં આવે છે તેના વિશે માહિતી આપવામાં આવી.

ત્યારબાદ પ્રાસંગિક પ્રવચનને અનુરૂપ રમણિકભાઈ વડાવીયા સિનિયર ઉપાધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ટંકારા દ્વારા પ્રથમ ગુરૂપરમ પિતા પરમેશ્વર છે. જેને આપણને વેદો દ્વારા જ્ઞાન આપ્યું અને મનુષ્ય જીવન કેમ જીવવું તેનું જ્ઞાન આ વેદો થકી મળે છે. તેના વિશે ખૂબ સારી છણાવટ કરીને ગુરુ એ ફક્ત બાળકોને સંસ્કાર જ નહીં પરંતુ રાષ્ટ્ર ભક્તિ ,ધર્મ ભક્તિ, પિતૃભક્તિના ગુણોનો પણ સિંચન થાય તે જરૂરી છે તેના માટે શિક્ષકોને પણ ટકોર કરી કે શિક્ષકોએ સૌપ્રથમ પોતાની ભૂમિકા સમજવી જરૂરી છે ત્યારબાદ ગુરુનું મહત્વ સમજાવવામાં આવ્યું. અને હિન્દુ ધર્મમાં ગુરુ વિશેની વ્યાખ્યા શું છે? એના વિશે વિસ્તૃત સમજ આપી હતી.અંતમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી ગુરુકુળના આચાર્ય રામદેવજી શાસ્ત્રી દ્વારા આશીર્વાદરૂપ પ્રેરણાદાયી પ્રવચન આપવામાં આવ્યું ગુરુનું કાર્ય શું ગુરુ વર્ગમાં શીખવે તેના કરતાં વધુ આચરણથી શીખવી જાય છે તે પણ સમજાવ્યું અને ગુરુ નીર વ્યસની હોવો જરૂરી છે તેમ પણ કહ્યું હતુ. કાર્યક્રમને અંતમાં ગાયત્રી મંત્રના પાઠ બાદ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.




Latest News