મોરબીના મિલન પાર્કમાથી સ્કોર્પિઓની ચોરીના ગુનામાં વધુ એક આરોપી પકડાયો: એકની શોધખોળ
મોરબીના શોભેશ્વર રોડ ઉપરથી ૧૬ બોટલ દારૂ સાથે એક પકડાયો
SHARE






મોરબીના શોભેશ્વર રોડ ઉપરથી ૧૬ બોટલ દારૂ સાથે એક પકડાયો
મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ શોભેશ્વર રોડ કુબેર ટોકીઝ પાછળ પોલીસે બાતમીને આધારે રેડ કરી હતી ત્યાંથી ૧૬ બોટલ દારૂ સાથે એક ઈસમને પકડી પાડવામાં આવ્યો છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના સામાકાંઠે આવેલ શોભેશ્વર રોડ નજીક કુબેર ટોકીઝની પાછળ પાણીના ટાંકા પાસે મફતીયાપરા વિસ્તારમાં બાતમીને આધારે રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં રહેતા મૂળ જોગડ તા.હળવદના અજીત બચુ બડોધરા જાતે કોળી (૨૯) ને ત્યાંથી પોલીસને વિદેશી દારૂની જુદીજુદી બ્રાંડની કુલ ૧૬ બોટલો મળી આવતા રૂા.૪૮૦૦ ના દારૂના જથ્થા સાથે અજીત કોળીની ધરપકડ કરવામાં આવેલ છે.
સામસામી મારામારી
મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર આવેલ મફતીયાપરા વિસ્તારમાં સામસામી મારામારીનો બનાવ બન્યો હતો જેમાં રાજેશ જીવા સોલંકી (૨૮) અને શબ્બીર ઇસ્માઇલ અન્સારી (૩૯) નામના બે યુવાનો વચ્ચે સામસામી થયેલ મારામારીના બનાવમાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”


