વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

દેશી દારૂની ભઠ્ઠી ચાલુ રહેશે, દારૂનું વેચાણ પણ થશે ? જે થાય તે કરી લેવું: મોરબીમાં બુટલેગરનો હુંકાર, ખાખી શર્મસાર !


SHARE









દેશી દારૂની ભઠ્ઠી ચાલુ રહેશે, દારૂનું વેચાણ પણ થશે ? જે થાય તે કરી લેવું: મોરબીમાં બુટલેગરનો હુંકાર, ખાખી શર્મસાર !

મોરબી શહેરમાં સર્કિટ હાઉસ સામેના ભાગમાં આવેલ મફતીયાપરા વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવીને દેશીદારૂનો બેફામ વેપાર કરનારા ચાર શખ્સોને સ્થાનિક લોકો દ્વારા દેશી દારૂની ભઠ્ઠી બંધ કરીને વેચાણ બંધ કરવા માટે કહેવામા આવ્યું હતું ત્યારે તે શ્ખ્સોએ દેશી દારૂની ભઠ્ઠી ચાલુ રહેશે અને વેચાણ ચાલુ રહેશે તમારાથી જે થાય તે કરી લેવું તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને તે વિસ્તારમાં રહેતા ૨૦ થી વધુ પરિવારના મહિલા સહિતના લોકો એસપી કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવીને હાલમાં દેશી દારૂની ભઠ્ઠી અને દેશી દારૂનું વેચાણ બંધ કરવા માટે માંગ કરવામાં આવી હતી અને અગાઉ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં પણ અસરકારક કામગીરી કરવામાં ન આવી હતી જેથી કરીને હાલમાં પણ દેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં વિદ્યુતનગર પાસે આવેલ મફતીયા પરા વિસ્તારમાં રહેતા સુરેલા હેમંતભાઈ ઘોઘાભાઈ , છનાભાઈ દેવાભાઈ કારૂ સહિતના તે વિસ્તારની અંદર રહેતા ૨૦થી વધુ પરિવારના મહિલા સહિતના લોકો એસપી કચેરીએ પહોંચ્યા હતા અને એસપીને લેખિત રજૂઆત કરીને તેઓના વિસ્તારમાં ઉરેશ ભગાભાઈ કોળી, લાલો ભગાભાઇ કોળી, અજય કોળી અને ઉરેશભાઈ કોળી અને ભાવેશ ઉરેશભાઈ કોળી નામના ચાર વ્યક્તિઓ દ્વારા સર્કિટ હાઉસ સામેના વાડી વિસ્તારમાં તેઓના ઘર પાસે દેશી દારૂની ભઠ્ઠી ચલાવીને દેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને દેશી દારૂનું વેચાણ અને ભઠ્ઠી બંધ કરવા માટે સ્થાનિક લોકોએ તેને કહ્યું હતું પરંતુ તે સમયે આ ચારેય શખ્સો દ્વારા દેશી દારૂની ભઠ્ઠી ચાલુ જ રહેશે તમારાથી જે થાય તે કરી લેવું અને તમારામાંથી કોઈ મને બીજી વખત ક્યારે મળશે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપવામાં આવી હતી

જેથી કરીને સ્થાનિક લોકો દ્વારા જિલ્લા પોલીસ વડાને આ બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી છે અને દેશીદારૂનો વેચાણ કરનારા તેમજ ભઠ્ઠી ચલાવનારા ચારેય શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે વધુમાં સ્થાનિક લોકો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે દેશી દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાથી ત્યાં દેશી દારૂ લેવા અને પીવા માટે આવતા આવારાતત્વો દ્વારા ગાળો બોલવામાં આવતી હોય છે તેમજ બેન દીકરીઓની સલામતી સામે પણ પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે જેથી કરીને દેશી દારૂની ભઠ્ઠી અને વેચાણ બંધ કરવામાં આવે તે જરૂરી છે અત્રે ઉલેખનીય છે કે, અગાઉ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે માત્ર બે દિવસ દેશી દારૂનું વેચાણ અને ભઠ્ઠી પછી બંધ રહ્યા હતા પછી પાછી દારૂની ભઠ્ઠી અને વેચાણ ચાલુ થઈ ગયું છે જેથી તે વિસ્તારની અંદર રહેવુ લોકો માટે મુશ્કેલ બની ગયું છે ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા દેશી દારૂની ભઠ્ઠી અને વેચાણ સર્કીટ હાઉસની સામેના ભાગમાં આવેલા મફતીયા પરામાં બંધ કરવામાં આવશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે




Latest News