ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબી સ્ટેટની મંજૂરીથી દહિસરડા પાસેના સ્વયંભુ પાટવારા હનુમાનજી દાદાનું ભૂદેવે બાંધ્યું હતું મંદિર


SHARE













મોરબી સ્ટેટની મંજૂરીથી દહિસરડા પાસેના સ્વયંભુ પાટવારા હનુમાનજી દાદાનું ભૂદેવે બાંધ્યું હતું મંદિર

મોરબી જિલ્લાના મિતાણા ગામથી નેકનામ તરફ જવાના રસ્તા ઉપર પડધરી તાલુકાના દહિસરડા ગામથી બે કિલોમીટર દુર ખાખરાખેલા ગામ જવાના રસ્તે આજી નદીના કાંઠે સ્વયંભુ પાટવારા હનુમાનજી દાદા બિરાજમાન છે અને ત્યાં હવન માટેની જગ્યા, રસોઈ ઘર અને ભોજન પ્રસાદ માટે અલાયદી સુંદર વ્યવસ્થા છે તેમજ ભાવિકો માટે રૂમની વ્યવસ્થા પણ છે અને નિજ મંદિરમાં બાલાજી જમીનની અંદર આશરે છ ફુટ નીચે બીરાજેલા છે આ મંદિરની પાંચ એકર જગ્યામાં સુંદર ઘટાટોપ ઝાડ પથરાયેલ છે

આશરે ૪૦૦ વર્ષ પૂર્વે આજી નદીના કાંઠે તલબાવળના ઝાડથી ભરેલી જંગલ જેવી વેરાન જગ્યામાં લીમડાના ઝાડ નીચે સ્વયંભુ હનુમાનજી દાદા પ્રગટ થયા હતા નદીના કાંઠે મોટો ધરો હતો અને પથ્થરોની મોટી પાટ હતી, ગામના લોકોને ઝાડ નીચેની એક પાટમાં હનુમાનજી દાદાની હાજરી હોય તો કંઈક ચમત્કાર દેખાયો અને તેથી તે સમયે તે લોકોએ જગ્યાનું નામ સ્વયંભુ પાટવાળા હનુમાનજી દાદા રાખેલ હતું જયારે દાદા પ્રગટ થયા તે સમયે મોરબી સ્ટેટનું છેલ્લું સરહદનું (હાલનું દહિંસરડા) ગામ કનકી નગરી તરીકે ઓળખાતુ હતુ અને તે વખતે અહિં અડબાલ ચાવડાનું રાજ હતું

હાલમાં આ ચમત્કારિક જગ્યા દહિંસરડા, ઉકરડા અને ખાખરાયેલા ગામના મધ્યસ્થ સીમાડે આવેલ છે અને આસપાસના વિસ્તારના લોકો તેઓની મનેકામના સિધ્ધી માટે દાદાની માનતા, આસ્થા, પૂજા, પાઠ, રુદ્દીની ટેક રાખતા અને દરેક ભાવિકોની મનોકામના દાદા પૂર્ણ કરતાં. હાલમાં પણ દર શનિવારે અને મંગળવારે ઘન લોકો ત્યાં દર્શન કરવા માટે આવે છે અને દાદાની માનતા રાખે છે અહિયાં હનુમાનજી દાદાના પ્રાગટય સમય પછી એક ચમત્કારીક બનાવ બનેલો હતો અને તે સમયે આ જગ્યા એક વેરાન સ્થળે હતી અને તલબાવળના ઝાડથી ઉભરાયેલી હતી, રસ્તો વિકટ હતો લોકોને દર્શન કરવા આવવામાં તકલીફ પડતી હતી

ત્યારે ઓટાળા ગામના દેસાઈ કુટુંબના અમુક ભોળા લોકોએ વિચાર્યુ કે દાદાને આપણા ગામની નજીક લઈ આવીએ અને સ્થાપન કરી એક ભવ્ય મંદિર બનાવીએ. લગભગ ત્રીસેક લોકો દાદાને લેવા માટે બળદગાડા વગેરે સાધનસામગ્રી સાથે આ વેરાન જગ્યાએ આવેલા અને દાદાની મુર્તિ ઉપાડવાનું ખોદકામ આદર્યું હતું પણ દાદાને ત્યાંથી જવું મંજુર ન હતું મહામુસીબતે આ લોકોએ મૂર્તિને ઉપાડી બળદ ગાડામાં મુકી અને ચાલતા થયા પણ થોડે દૂર જતા ગાડાનો ધરો ભાંગી ગયો સાથે મૂર્તિ પણ અદ્રશ્ય થઈ ગઈ હતી બધાને આશ્ચર્ય થયું કે મૂર્તિ કયાં ગઈ ? અને તેઓ પાછા ફરી દાદાની મૂળ પાગટય જગ્યાએ આવ્યા હતા ત્યારે ત્યાં મુર્તિ બિરાજમાન હતી અને જે લોકો મૃતિ કાઢવા અને લેવા માટે ગયા હતા તે લોકો આંધળા થઈ ગયા જો કે, દાદાને કેટલાક સમજુ લોકોએ પ્રાર્થના કરી હતી અને મુર્તિ લીધા વગર ત્યાંથી જતાં રહ્યા હતા જેથી બધા જ લોકો દેખતા થઈ ગયા હતા

ત્યાર બાદ દહિસરડા ગામના ગૌરીશંકર અંબારામ રાવલને સ્વપ્ન દાદા આવ્યા અને આદેશ કર્યો કે મંદિરની સ્થાપના કરવી અને મંદિરમાં નિયમિત સેવા પૂજા કરવી જેથી કરીને ભૂદેવે મોરબી સ્ટેટની મંજૂરી મેળવી અને ત્યા એક મંદિરની રચના કરી હતી દુષ્કાળ જેવા સમયે કયારેય પણ મદિર પાસે પાણી ખૂટયું નથી જેથી કરીને રાવલ મહારાજે જંગલમાં સુંદર મંદિર બનાવી દીધું હતું અને મંદિરે આવતા કોઈપણ દુખિયા લોકોના દુઃખ દર્દ દુર થાય છે લોકો હસતા હસતા ઘરે પાછા ફરતા હોય છે પડધરી નજીક મોવૈયા ગામના પટેલ લાલજી માવજી શ્રી પાટવારા દાદાના ભુવા નિમાયા હતા તેઓ પણ આ જગ્યાના દાદાની કૃપાથી અસંખ્ય લોકોના દુઃખ દર્દ દુર કરતા. તે પછી ઓટાળાના દેસાઈ કુટુંબના વેલાબાપા અને હર્ષદપુરના પટોરિયા કુટુંબના રૂડા બાપા પણ દાદાની કૃપાથી અનેક લોકોના દુઃખ, દર્દ કે કોઈપણ તકલીફો દૂર કરતા હતા

હાલમાં લાભશંકર મહારાજ બાદ તેમના પુત્ર કનુપ્રસાદ ભગત મંદિરની સેવા પુજા અને વ્યવસ્થા સંભાળે છે કનુપ્રસાદ ભગતે પણ મંદિર અને આસપાસના પરિસરને ખુબજ સારી રીતે વિકાસાવી આ પવિત્ર જગ્યાને એક રમણિય સ્થળ બનાવ્યું છે અહિં દર વર્ષે ચૈત્ર માસમાં પુનમના દિવસે હનુમાન જયંતિનો શુભ પર્વ ધામધુમથી ઉજવાય છે આ ઉત્સવે મોટી સંખ્યામાં લોકો ત્યાં આવે છે અને બાલાજીના દર્શન કરવા અને પ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે






Latest News