જેમના માથે પિતાનો હાથ નથી. તેવી દીકરીઓના સપનાઓને હવે મળશે નવી પાંખો... ગુજરાતમાંથી તૈયાર થશે ભવિષ્યની IAS, IPS અધિકારીઓ, મોરબીથી શરૂ થશે અનાથ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની નવી સફર મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને આપઘાત કરી લેવાની આપી ધમકી હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીના તળાવિયા શનાળા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ખોવાઈ જતા શંકા રાખીને પૂછવા ગયેલા યુવાન અને તેના મિત્રને બે શખ્સોએ ધોકા અને ધારીયાથી માર માર્યો મોરબીના જેતપર ગામે 10 લાખ માણસો ભેગા કરશું પછી આગળ શું કરવુંએ નક્કી કરશું: ઉપવાસી છાવણીએથી રાતે રાકેશભાઈ અમૃતિયાનો હુંકાર માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી પાસે કારખાનામાં લેબર ક્વાર્ટરના ત્રીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત


SHARE







મોરબીના ટીંબડી પાસે કારખાનામાં લેબર ક્વાર્ટરના ત્રીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત

મોરબી નજીકના ટીંબડી ગામના પાટીયા પાસે આવેલ સીરામીક કારખાનાઓના લેબર ક્વાર્ટરમાંથી ત્રીજા માળેથી નીચે મજૂર યુવાન નીચે પડ્યો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના ટીંબડી ગામના પાટીયા પાસે આવેલ આર્ટિજ સીરામીક કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો મૂળ ઝારખંડનો વિભિસન કુંકુલભાઈ  (ઉંમર ૨૨) વાળો લેબર કવાર્ટરના ત્રીજા માળે હતો ત્યારે ત્યાંથી કોઈ કારણોસર અકસ્માતે નીચે પડી જતા તેને માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઈજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.ત્યારબાદ મૃતક યુવાનના મૃતદેહને કારખાનેદાર અક્ષયભાઈ છત્રોલા મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરતા અકસ્માત મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસે જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવવી નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

યુવાન સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટ મેરી ફાટક પાસે આવેલ લાયન્સ નગર વિસ્તારમાં રહેતા રુદ્રરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા નામના 19 વર્ષે યુવાને અકસ્માત બનાવવામાં ઇજાવત થવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખર્ચા આવ્યો હતો જ્યારે મોરબીના રવાપર ગામે બોનિપાર્ક વિસ્તારમાં રહેતો વાસુદેવ છગનભાઈ જેટલોજા નામનો 37 વર્ષે યુવાન રવાપર રોડ તરફથી પરત પોતાના ઘર બાજુ જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જતા હોવાથી તેને પણ સારવારમાં ખસેડાયો હતો.

બાળક સારવારમાં

મોરબીના માળિયા મીંયાણા સીટી વિસ્તારમાં આવેલ ભરવાડ વિસ્તારમાં રહેતો હૈદરઅલી ઈકબાલભાઈ મોવર નામનો ૧૩ વર્ષનો બાળક નવી આરટીઓ ઓફિસ નવા જાંબુડીયા તા.મોરબી ખાતેથી બાઈકના પાછળના ભાગે બેસીને જઈ રહ્યો હતો દરમિયાનમાં તે રસ્તામાં બાઈકમાંથી નીચે પડી જતા ઇજાઓ થવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.






Latest News