મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો મોરબીની પેપર મિલોમાં વપરાતા કોલસા-વેસ્ટ પેપરના ભાવમાં વધારો અને તૈયાર માલની ડિમાન્ડ ઘટતા ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો મોરબીના રવાપર ઘુનડા રોડે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ બે યુવાન સારવારમાં વાંકાનેરના માટેલ રોડ ઉપર કારખાનાના કવાર્ટરમાં યુવાને કર્યો આપઘાત ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો


SHARE







મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો

મોરબી જીલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ-માતૃશક્તિ અને દુર્ગાવાહિનીના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય બાળ સંસ્કાર વર્ગનું તાજેતરમાં રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ સ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રશિક્ષણ વર્ગમાં વિશેષ માર્ગદર્શન માટે વિહિપ માતૃશક્તિ સૌરાષ્ટ્ર પ્રાંતના ટોળી સદસ્ય હીનાબેન અગ્રાવત ઉપરાંત વિહિપ દુર્ગાવાહિની ટોળી સદસ્ય કૃપાબેન લાલ આવ્યા હતા અને તેઓએ આપણી આવનારી પેઢીને બાળકોને સુસંસ્કૃત, આત્મસ્વયંમી, સંસ્કાર, વિવેકવાન અને રાષ્ટ્રહિત તેમજ રાષ્ટ્રસર્વોપરીના સૂત્ર સાથે પોતાના જીવનમાં આગળ વધે તેનું ઘડતર કરવામાં આપણો શ્રેષ્ઠ પ્રયાસ કેવી રીતે થઈ શકે તે અંગે ચર્ચા વિચારણા કરી હતી તેમજ અત્યારના બાળકોને આપણા ભારતના ગૌરવશાળી ઇતિહાસ, બૌધકથા તેમજ દેશભક્તિ ગીત જેવા વિષયો નાનપણથી જ આપણા સમાજના કેન્દ્રમાં જોડીને राष्ट्र स्वाहा, इदं राष्ट्राय, इदं न ममના સૂત્ર સાથે દરેક બાળકોમાં રાષ્ટ્રભાવના પ્રગટ કરીએ તેના માટેનું માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમના અંતમાં વર્ગમાં ઉપસ્થિત દુર્ગા તેમજ માતાઓએ સંકલ્પ કર્યો હતો કે ઈશ્વરને સાક્ષી માનીને પોત પોતાના વિસ્તારોમાં સનાતન સંસ્કારો, દેશભક્તિ, સદ્ગુણો ભાવનાનું સિંચન કરશે.




Latest News