જેમના માથે પિતાનો હાથ નથી. તેવી દીકરીઓના સપનાઓને હવે મળશે નવી પાંખો... ગુજરાતમાંથી તૈયાર થશે ભવિષ્યની IAS, IPS અધિકારીઓ, મોરબીથી શરૂ થશે અનાથ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની નવી સફર મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને આપઘાત કરી લેવાની આપી ધમકી હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીના તળાવિયા શનાળા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ખોવાઈ જતા શંકા રાખીને પૂછવા ગયેલા યુવાન અને તેના મિત્રને બે શખ્સોએ ધોકા અને ધારીયાથી માર માર્યો મોરબીના જેતપર ગામે 10 લાખ માણસો ભેગા કરશું પછી આગળ શું કરવુંએ નક્કી કરશું: ઉપવાસી છાવણીએથી રાતે રાકેશભાઈ અમૃતિયાનો હુંકાર માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં છૂટા રખડતા ઘોડાને લઈ જવાનું કહેતા યુવાનને જાનથી મારી નાંખવાની ધમકી આપવાના ગુનામાં એકની ધરપકડ, ત્રણની શોધખોળ


SHARE







મોરબીમાં છૂટા રખડતા ઘોડાને લઈ જવાનું કહેતા યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં એકની ધરપકડ, ત્રણ ની શોધખોળ

મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલા લાઇન્સનગરમાં ઘોડો છૂટો રખડતો હતો જેથી કરીને ઘોડાના માલિકના ભાઈને તે ઘોડાને લઈ જવા માટે કહ્યું હતું જે સારું નથી લાગતા ચાર શખ્સો દ્વારા યુવાનને ઘરે આવીને જેમ ફાવે તેમ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જે ગુનામાં પોલીસે રીઢા ગુનેગારની ધરપકડ કરેલ છે અને અન્ય ત્રણ આરોપીને પકડવા માટે થઈને હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સનાળા બાઇપાસ રોડ ઉપર આવેલા લાઇન્સનગર શેરી નં-૧ ની અંદર રહેતા દિનેશભાઈ મંગાભાઈ શિયાળ જાતે ભરવાડ (ઉંમર ૩૬)એ તે વિસ્તારની અંદર જતા નવઘણભાઈ મોહનભાઈ ભરવાડ, પોપટભાઈ ઉર્ફે પી.કે. કેશવભાઈ મેર, વિપુલભાઈ ધારાભાઈ રબારી અને ભરતભાઈ ભીમશીભાઇ આંબલીયાની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, નવઘણભાઈ મોહનભાઈ ભરવાડનો ઘોડો શેરીમાં છૂટો રખડતો હતો જેથી કરીને શેરીમાં ચાલતા જતા માણસોને હેરાન થવું પડતું હતું માટે નવઘણભાઈ ભરવાડના નાના ભાઇ મનોજને ઘોડો લઈ જવા માટે થઈને કહ્યું હતું જે તે લોકોને સારું નહીં લગતા ઉપરોક્ત ચારેય શખ્સો તેના ઘરે આવ્યા હતા અને જેમ ફાવે તેમ ગાળો આપી હતી તેમજ જાનથી મારી નાવાની ધમકી આપી હતી માટે ભોગ બનેલા દિનેશભાઈ શિયાળ દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે હાલમાં નવઘણ મોહનભાઈ બાંભવા જાતે ભરવાડની ધરપકડ કરેલ છે અને આ ગુનામાં અન્ય ત્રણ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.






Latest News