મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ નં-૧૨ ના મંજુર થયેલા કામો તાત્કાલિક પૂરા કરવા મંત્રી બ્રિજેશભાઈએ કરી તાકીદ


SHARE









મોરબીના વોર્ડ નં-૧૨ ના મંજુર થયેલા કામો તાત્કાલિક પૂરા કરવા મંત્રી બ્રિજેશભાઈએ કરી તાકીદ

ગુજરાતના મંત્રી બ્રિજેશભાઈ મેરજા ત્વરિત નિર્ણય, સત્વરે પ્રજાહિતના કામ કરવાની કુનેહ વધુ એકવાર જોવા મળી,વાત જાણે એમ છે કે મોરબીના વોર્ડ નંબરના કાઉન્સિલર નિમિષાબેન રાજેશભાઈ ભીમાણીની રજુઆત અન્વયે વોર્ડ નંબર-૧૨ ના કામો જેવાકે વિજયનગર-૩ થી આલાપ પાર્ક સુધીના રોડનું કામ મંજુર થયેલ હોય,કેનાલ રોડ પર ટ્રાફિક સમસ્યા રહેતી હોય વહેલી તકે કામ ચાલુ કરવું, પટેલનગર મેઈન રોડને સી.સી.રોડ બનાવવાની મંજૂરી મળેલ છે,આ રોડ ઘણો જ બિસ્માર હોય, રાહદારીઓને મુશ્કેલીઓ હોય સત્વરે કામ ચાલુ કરવું.પટેલનગર ખોડિયારનગર સોસાયટીમાં આશરે ૧૪૦૦ જેટલી વસ્તી ધરાવે છે, આ સોસાયટીમાં પીવાના પાણીના પ્રશ્નના નિરાકરણ માટે પાણીની લાઈન ફિટ કરવી વગેરે પ્રજાહિતના કામો સત્વરે કરાવવા માટે બ્રિજેશભાઈ મેરજાએ પ્રાદેશિક કમિશ્નરની નગરપાલિકાઓની કચેરી, રાજકોટ ઝોનને પત્ર દ્વારા કરેલ અને આ કચેરીએ આ બધાજ કામો તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા માટે નગરપાલિકાને તાકીદ કરવામાં આવેલ છે




Latest News