મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં નટરાજ રેલવે ફાટકે ૮૯.૩૧ કરોડના ખર્ચે બનશે ઓવરબ્રિજ


SHARE









 

મોરબીમાં નટરાજ રેલવે ફાટકે ૮૯.૩૧ કરોડના ખર્ચે બનશે ઓવરબ્રિજ

શ્રમ, રોજાગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, મોરબી શહેરના નટરાજ રેલવે ફાટક પાસે નિર્માણ પામનાર ઓવરબ્રિજ માટે અગાઉ ૮૦ કરોડની તાંત્રિક મંજૂરી આપવામાં આવી હતી. હવે નવી મંજૂરી મુજબ ૮૯.૩૧ કરોડના ખર્ચે આ ઓવરબ્રિજ નિર્માણ પામશે.

વહિવટી મંજૂરી બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, શહેરમાંથી પસાર થતા લગભગ તમામ વાહનો નટરાજ રેલવે ફાટક પાસેથી પસાર થાય છે. ટ્રેન પસાર થાય ત્યારે ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે. ઓવરબ્રિજ બનતા ટ્રાફિક સમસ્યાનો કાયમી અંત આવશે અને શહેરીજનોની સુવિધામાં વધારો થશે.

સોલાર ઊર્જાથી  અનેક ફાયદા

સરકાર દ્વારા વિજળીનો બચાવ થાય તથા ગ્રીન ઊર્જા તેમજ રિન્યુએબલ ઊર્જા દ્વારા પ્રકૃતિના સંવર્ધન હેતુ ઊર્જા વિભાગ હેઠળ સોલાર રૂફ ટોપ યોજના અમલમાં મૂકી છે જે અન્વયે સોલાર રૂફ ટોપ યોજનાના લાભાર્થી મોરબીના કે.પી. નગવાડિયા જણાવે છે કે, પરંપરાગત ઊર્જા સ્ત્રોતનો જો આવી જ રીતે ઉપયોગ તેમજ વેડફાટ થતો રહ્યો તો આવતી પેઢી માટે શું વધશે તે પ્રશ્ન છે. આ સમસ્યાનો શ્રેષ્ઠ વિકલ્પ છે સોલાર ઊર્જા. હું છેલ્લા ત્રણ વર્ષથી સોલાર રૂફ ટોપ દ્વારા વીજળીનું ઉત્પાદન કરી રહ્યો છું. સોલાર પેનલ લગાવવા માટે સરકારની સબસીડી પણ મળી હતી. હવે સોલાર પેનલ લગાવવાના ખર્ચનું વળતર તો મળી જ ગયું છે સામે એક આવકનો સ્ત્રોત પણ ઉભો થઈ ગયો છે




Latest News