વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના શિવ મંદિરોમાં કાલથી પૂજન અર્ચન અને દર્શન માટે શિવ ભક્તો ઉમટશે


SHARE









 

મોરબી જીલ્લાના શિવ મંદિરોમાં કાલથી પૂજન અર્ચન અને દર્શન માટે શિવ ભક્તો ઉમટશે

કાલથી શ્રાવણ માસ શરુ થાય છે જેથી કરીને શિવ મંદિરોમાં શણગાર સહિતના કામોને આખરી ઓપ આપી દેવામાં આવેલ છે જો કે, હાલમાં કોરોનાના કેસમાં ફરી પાછો વધારો જોવા મળી રહ્યો છે ત્યારે શિવ મંદિરોમાં પુજન અર્ચન અને આરતીમાં જતાં લોકોને પોતાના અને બીજાના આરોગ્યની તકેદારી રાખવાની ખાસ જરૂર છે અને આવતી કાલથી જડેશ્વર મહાદેવ, ભીમનાથ મહાદેવ, રફાળેશ્વર, અગ્નેશ્વર મહાદેવ મંદિરમાં પૂજન અર્ચન અને દર્શન માટે લોકો ઉમટશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

શિવ ભક્તિ માટેનો મહિનો એટલે શ્રાવણ મહિનો કાલથી શરૂ થઇ રહ્યો છે ત્યારે શિવ ભક્તો મંદિરોમાં શિવ પૂજા કરવા માટે ઉમટી પડશે અને આગામી એક મહિના સુધી જિલ્લાના જુદાજુદા શિવ મંદિરમાં પુજન, અર્ચન, આરતી, ભંડારા વિગેરે કરવામાં આવશે મોરબી જિલ્લાની વાત કરીએ તો સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે રહેવા અને જમવા માટેની વ્યવસ્થા અને ભંડારા સહિતની સુવિધાઓને ચાલુ રાખવામા આવી છે તેમજ અન્ય શિવ મંદિરોમાં પણ આરતી, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્મ કરવામાં આવશે મોરબીમાં અગ્નેશ્વર, ભીમનાથ મહાદેવ મંદિર, નાના જડેશ્વર મંદિર, રફાળેશ્વર સહિતના શિવ મંદિરોમાં મહાપૂજા, રુદ્રી પૂજા તથા આરતી સહિતની ધાર્મિક કાર્યક્રમો આગામી એક મહિના યોજાશે.




Latest News