વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયા સર્કલે પાલીકા દ્રારા ૧૦૮ ફુટનો  રાષ્ટ્ધ્વજ લહેરાવાશે


SHARE









મોરબીના ઉમિયા સર્કલે પાલીકા દ્રારા ૧૦૮ ફુટનો  રાષ્ટ્ધ્વજ લહેરાવાશે

મોરબી નગરપાલિકા દ્વારા આગામી ૧૫ મી ઓગસ્ટને લઈને આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ઉમિયા સર્કલ ખાતે ૧૦૮ ફૂટ ઊંચો રાષ્ટ્ધ્વજ ફરકાવવામાં આવશે.નગરપાલિકાના આ રીતે રાષ્ટ્પ્રેમ વ્યક્ત કરવાના નિર્ણયને મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપે વધાવી લીધો છે. દેશ પ્રેમને વરેલા યંગ ઇન્ડિયા ગ્રુપની લાંબા સમયની માંગ સાકાર થતા પાલિક તંત્રનો આભાર માન્યો છે.

મોરબીમાં હર ઘર તીરંગા યોજના હેઠળ દરેક લોકોને રાષ્ટ્ધ્વજ ફરકાવી દેશ પ્રત્યેની ભાવનાને ઉજાગર કરવાનું આહવાન કરવામાં આવ્યું છે.ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા શહેરના ઉમિયા સર્કલ પાસે ૧૦૮ ફૂટ ઉંચા પોલ ઉપર રાષ્ટ્ધ્વજ ફરકાવામાં આવશે.૧૫ ઓગસ્ટ પહેલા અથવા ૧૫ ઓગસ્ટના દિવસે ઉમિયા સર્કલ ખાતે રાષ્ટ્ધ્વજ લગાવવામાં આવશે.આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા ઉમિયા સર્કલે રાષ્ટ્ધ્વજ લગાવવાના અને આ રાષ્ટ્ધ્વજ અહીં કાયમી રહેશે તેવા નિર્ણયને સમગ્ર યંગ ઇન્ડિયા ગ્રુપે આવકારે છે. યંગ ઇન્ડિયા ગ્રુપે પણ ઘણા સમય પહેલા કોઇ જાહેર જગ્યાએ રાષ્ટ્ધ્વજ ફરકાવાની માંગ હતી.જે માંગ સાકાર થતા ચીફ ઓફિસર સહિત નગરપાલિકાની સમગ્ર ટીમનો તેઓએ આભાર માન્યો હતો.




Latest News