મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી એ ડિવિઝનના પીઆઇને મંત્રીના આશીર્વાદ હોય દિલ્હીના સિકંદર જેવો રુઆબ !: પાટીદાર સમાજ


SHARE







મોરબી એ ડિવિઝનના પીઆઇને મંત્રીના આશીર્વાદ હોદિલ્હીના સિકંદર જેવો રુઆબ !: પાટીદાર સમાજ

મોરબીમાં ૧૭.૩૫ લાખથી વધુની છેતરપિંડીનો ભોગ બનેલો યુવાન મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવા માટે ગયો હતો ત્યારે પીઆઇ દ્વારા તેની સાથે અસભ્ય વર્તન કરવામાં આવ્યું હતું અને પાટીદાર સમાજના છો તો જમીનના એક-બે કટકા વેચી નખાઈ આવી ફરિયાદ ન કરવાની હોય તેવા શબ્દો કહેવામાં આવ્યા હતા જેથી કરીને રોષે ભરાયેલા પાટીદાર સમાજના આગેવાનો ઇનચાર્જ એસપી પાસે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવીને એ ડિવિઝન પીઆઈ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ ભોગ બનેલા યુવાનની ફરિયાદ લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી

 

મોરબીના રવાપર રોડ ઉપર આવેલા આલાપ પાર્ક સોસાયટીમાં રહેતો હિરેન મનસુખભાઈ પટેલ નામનો યુવાન કોસ્મેટિક આઈટમનો વેપાર કરતો હોય તે મોરબીના શનાળા રોડ પર આવેલ રિલાયન્સ મોલમાંથી હોલસેલ માલની ખરીદી કરતો હોય છે જેના મેનેજર સમયસિંગને તેણે કટકે કટકે ૧૭૩૫૦૦૦ આપ્યા હતા અને ત્યારબાદ પાંચ દિવસ સુધી તેને માલની ડિલિવરી આપવામાં આવી ન હતી જેથી કરીને તે સમયસિંગને રૂબરૂ મળવા માટે રિલાયન્સ મોલ ખાતે ગયો હતો ત્યારે તેણે કહ્યું હતું કે ઉપર થી માલ આવેલ નથી જેથી કરીને માલ આવશે એટ્લે મળી જશે તેવું કહ્યું હતું ત્યારબાદ ત્યાના જનરલ મેનેજર વિમલ હાથી સાથે વાત કરતા તેણે સમયસિંગને બોલાવીને પૂછ્યું હતું ત્યારે સમયસિંગે બોગસ બિલ આપ્યા હોવાનું સામે આવ્યું હતું

જેથી કરીને હિરેન પટેલને તેની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું હતું જેથી તે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવા માટે તેને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગત તા.૨૪ ના રોજ ગયા હતા ત્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.પી. પંડ્યા દ્વારા તેની ચેમ્બરમાં તેની છેતરપિંડીની ફરિયાદ લેવાને બદલે તેની સાથે અસભ્ય વર્તન કરવામાં આવ્યું હતું અને પટેલ છો તો એક બે વીઘા જમીન વેચી દેવાની હોય આવી ફરિયાદ કરવા માટે ન આવવાનું હોય તેવું કહ્યું હતું જેથી પાટીદાર સમાજ પ્રત્યે ધૃણાસ્પદ અને અસભ્ય શબ્દો વાપરેલ હોય પાટીદાર સમાજમાં રોષની લાગણી ફેલાઈ હતી  

મોરબી પાટીદાર સમાજના અંદાજે ૩૦૦ કરતાં વધુ લોકો મોરબી એસપી કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં ઇન્ચાર્જ એસપી અતુલકુમાર બંસલને આવેદન પત્ર આપીને પીઆઈ પંડયાએ ભોગ બનેલા યુવાનની ફરિયાદ લેવાને બદલે તેને ડરાવી ધમકાવીને સામે વાળાની ફરિયાદ લેવાનું કહ્યું હતું તેવો આક્ષેપ કર્યો હતો અને સામે વાળા કોઈ કારણોસર થોડા સમય પહેલા ઝેરી દવા પી ગયેલ છે જેથી કરીને તું ફિટ થઈ જાઇશ તેવું કહ્યું હતું જેથી કરીને રોષે ભરાયેલા લોકો દ્વારા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ભોગ બનેલા યુવાનની છેતરપિંડીની ફરિયાદ લઈને આરોપીને પકડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે અને મોરબી પાટીદાર સમાજના આગેવાન નિલેષભાઈ એરવાડીયાએ એવો આક્ષેપ કર્યો હતો કે રાજયના પંચાયત મંત્રીના પીઆઇ ઉપર આશીર્વાદ  છે જેથી કરીને તે દિલ્હીના સિકંદર જેવો રુઆબ કરી રહ્યા છે જેથી કરીને દરેક સમાજની સાથે સંપીને સારી કામગીરી કરે તેવા પીઆઇ મોરબીમાં આપવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News