મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં લંપી વાયરસના કેસ વધતાં દૂધની આવકમાં થયો તોતિંગ ઘટાડો


SHARE









મોરબી જીલ્લામાં લંપી વાયરસના કેસ વધતાં દૂધની આવકમાં થયો તોતિંગ ઘટાડો

મોરબી સહિત ગુજરાતમાં લંપી વાયરસના કેસ વધી રહ્યા છે અને ઘન અબોલ જીવના મોત પણ થયા છે ત્યારે મોરબી જીલ્લામાં આવેલા મયુર ડેરીમાં જિલ્લામાંથી માલધારીઓ દૂધ ભરવા માટે આવેલ છે તેમાં ઘણા માલધારીઓના ઢોરને લંપી રોગ થયો હોવાથી દૂધની આવકમાં ઘટાડો થયો છે

સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં લંપીએ હાહાકાર મચાવ્યો છે અને છેલ્લા એક માહિનામાં મોરબી જિલ્લામાં લંપી વાયરસના લીધે ૧૬ જેટલા ગૌવંશના મોત થયા છે તેવું જિલ્લાના પશુપાલન અધિકારીએ જણાવ્યુ છે અને હજુ પણ આ રોગથી અબોલ જીવને બચાવવા માટે રસીકરણ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે અને જે અબોલ જીવના મોત થયા છે તે ઘર ઘરવું અને એકલ દોકલ ઢોરના મોત થયા છે તેવામાં મોરબી જિલ્લા દૂધ સંઘ એટ્લે કે, મયુર ડેરીમાં જિલ્લામાંથી માલધારીઓ સહિતના લોકો દૂધ આપવા માટે આવે છે જો કે, લંપી વાયરસના લીધે દૂધાળા ગૌવંશમાં દૂધની આવક ઘટી ગયેલ છે અને મયુર ડેરીમાં દરરોજ ૧.૨૫ લાખ લિટર દૂધ લંપી વાયરસ પહેલા આવતું હતું જો કે, આજની તારીખે ૧.૧૦ લાખ લિટર દૂધ આવે છે એટ્લે કે, આજની તારીખે દૂધની આવકમાં ૧૫ હજાર લિટરનો ઘટાડો થયો છે અને આગમી દિવસોમાં દૂધની આવકમાં ઘટે નહીં તે માટે રસીકરણ સહિતના કામ કરવામાં આવી રહ્યા છે




Latest News