​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી ગામે સરમરિયા દાદા મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે


SHARE









મોરબીના પાનેલી ગામે સરમરિયા દાદા મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

મોરબી તાલુકાના પાનેલી ગામે સરમરિયા દાદા નવ નિર્મિત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે અને આગામી તા ૩૧ ના રોજ સવારે ૯:૩૦ કલાકે ભવ્ય શોભાયાત્રા યોજાશે જે બાદ રાત્રીના ૧૦ કલાકે ભજનિક રામદાસ ગોંડલીયા અને સોનલબેન ઠાકોરના કંઠે સંતવાણી યોજાશે જેમાં ભાવેશભાઈ ભરવાડ રાસ ગરબાની રમઝટ બોલાવશે.

આગામી તા.૧ ઓગસ્ટના રોજ રમરિયા દાદા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે જેમાં  સવારે ૯:૧૫ કલાકે મહાયજ્ઞ, બપોરે ઈંડુ સ્થાપના, ધ્વજારોહણ અને મહાઆરતી કરવામાં આવશે. તેમજ બપોરે મહાપ્રસાદ યોજાશે. ત્યારે આ ધાર્મિક કાર્યમાં સમસ્ત પાનેલી ગામને અને મોરબીની ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. અત્રે ઉલેખનીય છે કે, સમસ્ત પાનેલી ગામના લોકફાળાથી ગામના  કુળદેવતા સરમરીયા દાદાના નવનિર્મિત મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે સંતવાણી સહિત કાર્યક્રમ યોજાશે જેમાં સમસ્ત પાનેલી ગામ અને પાનેલી ગામની તમામ સમાજની બહારગામ સાસરે હોય તે બહેન દીકરી અને ભાણેજાને જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે




Latest News