ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી નજીક એર કમ્પ્રેસર ફાટતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE







મોરબી નજીક એ કમ્પ્રેસર ફાટતાં ઇજા પામેલા યુવાનનું મોત

મોરબી નજીકના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ બ્રિજ નજીક પંચરની દુકાને હવા ભરવાનું એ કમ્પ્રેસર ફાટ્યું હતું જેથી કરીને યુવાનને ગંભીર રીતે ઈજા થઈ હતી માટે તેને પ્રથમ મોરબી સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા આ યુવાનનું મોત નીપજયું છે જેથી અકસ્માત મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી માળિયા હાઇવે ઉપર આવેલા લક્ષ્મીનગર ગામ પાસે બ્રિજ નજીક આવેલ બજરંગ પાર્કિંગમાં પંચરની દુકાન આવેલ છે ત્યાં પંચરની દુકાને હવા ભરવાનું એર કમ્પ્રેસર મશીન ફાટ્યું હતું જેથી કરીને મહમદઅફઝલ મહંમદરજાક મન્સૂરી (૨૧) વાળાને ગંભીર રીતે ઇજાઓ થઈ હતી જેથી તેને મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં માળીયા ફાટક ચોકડી નજીક આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ ગયા હતા અને ત્યાંથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટમાં સિવીલ લઈને ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના આ બનાવની રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ સિમ્પોલો સીરામીક પાસે વાહન અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં ઘૂટું ગામે રહેતા હરેશભાઈ રવજીભાઈ પરમાર (૩૦)ને ઇજા થઈ હતી જેથી પ્રથમ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં યુવાનને ખસેડવામાં આવ્યો છે અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઈકમાંથી નીચે પટકયો

મોરબીના લીલાપર ગામ પાસે આવેલ દર્શન પેકેજીંગ નામના કારખાનામાં રહેતો ૧૨ વર્ષનો બાળક આનંદ રાજેશભાઈ ઝંઝરીયા બાઈકમાં પાછળના ભાગમાં બેસીને નવાગામ તરફ જતો હતો ત્યારે રસ્તામાં બાઈકમાંથી તે નીચે પડી જતા તેને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

આજથી શરૂ થતો પવિત્ર શ્રાવણ માસ આપ સર્વેના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા આપે તેવી દેવોના દેવ મહાદેવ શિવજીના ચરણોમાં પ્રાર્થના... પવિત્ર શ્રાવણ માસની આપને અને આપ સૌના પરિવારજનોને "મોરબી ટુડે" તરફથી હાર્દિક શુભકામનાઓ...ભગવાન ભોળાનાથ આપ સૌના જીવનમાં આનંદ અને અનેરી ખુશીઓ લાવે તેવી દયાળુ દેવ મહાદેવને પ્રાર્થના...
ૐ નમઃ શિવાય
જીજ્ઞેશ ભટ્ટ
હિમાંશુ ભટ્ટ
મોરબી ટુડે






Latest News