મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજખોરના ત્રાસથી યુવાનના આપઘાતના પ્રયાસના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE









મોરબીમાં વ્યાજખોરના ત્રાસથી યુવાનના આપઘાતના પ્રયાસના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસે રહેતા યુવાને વ્યાજકોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેથી તેને સારવાર માટે ખસેડાયો હતો અને ત્યાર બાદ તેણે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ૧૦ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસે સનરાઈઝ એપાર્ટમેન્ટના બ્લોક નં.૧૦૧ માં રહેતા અતુલભાઇ ડાયાભાઈ પટેલ (૩૩) એ થોડા દિવસો પહેલા વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ તેને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ૧૦ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેને આરોપીઓ પાસેથી ૫.૩૬ લાખ રૂપિયા વ્યાજે લીધેલા હતા અને તેને આરોપીઓને મૂડી તેમજ વ્યાજ ચૂકવી આપ્યું હોવા છતાં પણ આરોપીઓ દ્વારા અવારનવાર ગાળો બોલીને મુદલ અને વ્યાજની રકમની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી તેને ગુડ નાઈટનું લિક્વિડ પી લીધું હતું અને સારવાર લીધા બાદ યુવાને જીગાભાઈ ઉર્ફે જીગો, રમેશભાઈ બોરીચા, વરૂણભાઇ બોરીચા, રાહુલભાઈ, રવિભાઈ ડાંગર, ડીબીભાઈ રબારી, રાજેશભાઈ બોરીચા, ભોલુભાઈ, સિધ્ધરાજસિંહ ગોહિલ અને કાનો નામના શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અગાઉ પાંચ આરોપીને પકડ્યા હતા અને હાલમાં મોરબી સીટી એ ડિવિઝનના પીએસઆઇ એમ.પી. સોનારા દ્વારા આ ગુનામાં વધુ એક વ્યાજખોર રાહુલ ભગવાન ડાંગર જાતે બોરીચા (૨૯) રહે.ગજડી તાલુકો ટંકારા વાળની ધરપકડ કરવામાં આવી છે




Latest News