વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ટંકારાના જબલપુરમાં પરિણીતાના આપઘાતના બનાવમાં જમાઈ, વેવાઈ અને વેવાણ સામે ગુનો નોંધાયો


SHARE









ટંકારાના જબલપુરમાં પરિણીતાના આપઘાતના બનાવમાં જમાઈ, વેવાઈ અને વેવાણ સામે ગુનો નોંધાયો


ટંકારાના જબલપુર ગામે રહેતી પરિણીતાએ કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું જે બનાવમાં મૃતકની માતાએ હાલમાં તેના જમાઈ અને વેવાઈ વેવાણની સામે દીકરીને મારવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે હાલમાં મૃતકના પતિ, સાસુ અને સસરાની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા જયદીપભાઇ ભાલોડીયાના પત્ની સુમીતાબેન જયદીપભાઈ (૨૪) એ પોતાના ઘરની અંદર બંધ રૂમમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં મૃતક મહિલાની માતા કમળાબેન ભીખાભાઇ વાલજીભાઇ સીણોજીયા જાતે પટેલ (૪૫) (રહે. હડમતીયા) વાળાએ તેની વેવાણ દુર્ગાબેન ભુદરભાઇ ભાલોડીયા, વેવાઈ ભુદરભાઇ રૂગનાથભાઇ ભાલોડીયા અને જમાઈ જયદીપભાઇ ભુદરભાઇ રહે. બધા જબલપુર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેની દીકરી સુમિતાને તેના સાસુ અને સસરા ઘરના પાણીની મોટરમાંથી પાણી ઉપર ચડાવવા બાબતે લાઇટ બીલ વધુ આવે છે. તેમજ ઘરકામ બાબતે મેણાટોણા મારી માનસીક દુઃખત્રાસ આપતા હતા તેમજ તેના પતિને સુમિતાએ આંખના નંબર હોય માથાનો દુખાવો થતો હતો જેથી દવાખાને લઇ જવાનું અવાર નવાર કહ્યું હતું જો ક,એ દવાખાને નહી લઇ જઇ ધ્યાન ન આપી તેની સાથે ચશ્મા પહેરવા બાબતે તેમજ બ્યુટીપાર્લરનું કામ નહી કરવા બાબતે બોલાચાલી કરી માનસીક દુઃખત્રાસ આપ્યો હતો અને મારવા માટે મજબૂર કરી હતી જેથી કરીને તેની દીકરીએ ગળેફાસો ખાઇને આપઘાત કરેલ છે આ ફરિયાદના આધારે પોલીસે આઇપીસી કલમ ૩૦૬, ૪૯૮(ક), ૧૧૪ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News