વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના સ્કાય મોલમાં આવેલ બેંકવેટ હોલના ભાડાની આવક ઓળવી જનારા બે મહિલા સહિતના ચાર ભાગીદાર સામે ફરિયાદ


SHARE









મોરબીના સ્કાય મોલમાં આવેલ બેંકવેટ હોલના ભાડાની આવક ઓળવી જનારા બે મહિલા સહિતના ચાર ભાગીદાર સામે ફરિયાદ

મોરબીના શનાળા રોડ ઉપર જય ડેવલોપર્સનો સ્કાય મોલમાં બેંકવેટ હોલ આવેલ છે અને સ્કાય મોલના બેંકવેટ હોલની ભાડાની રકમ આવી હતી તે ભાગીદારી પેઢીના બેંક એકાઉન્ટમાં જમા કરાવવાના બદલે અન્ય બેંકના એકાઉન્ટમાં જમા કરાવીને પેઢીના ભાગીદારોની સાથે ભાડાની રકમના રૂપીયા ૧,૯૩,૬૦૫ સાથે વિશ્વાસઘાત કરીને છેતરપિંડી કરવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા યુવાને બે મહિલા સહિત પેઢીના ચાર ભાગીદારોની સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડે આવેલ સ્કાય મોલના બેંકવેટ હોલના ભાગીદાર અને મુંબઇ અંધેરી વેસ્ટ ઇરલા એસ.વી.રોડ ઉપર સી-૯૦૨, ન્યુ સર્વોતમ સોસાયટીના રહેવાસી ધવલભાઇ મુકેશભાઇ મહેતા જાતે જૈન વાણીયા (૩૩) દ્વારા તેઓની પેઢીના ભાગીદાર રજનીકાંતભાઇ હિમંતલાલ મહેતા રહે. મુંબઇ, હનીશભાઇ અજયભાઇ શાહ રહે. મુંબઇ, મંજુલાબેન રજનીકાંતભાઇ મહેતા રહે. મુંબઇ અને હેતલબેન હનીશભાઇ શાહ રહે. મુંબઇ વાળાની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. ૭/૪/૨૦૨૨ થી ૬/૭/૨૦૨૨ ના સમયગાળા દરમ્યાન મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલમાં તેની ભાગીદારી પેઢી જય ડેવલોપર્સનો સ્કાય મોલમાં બેંકવેટ હોલ આવેલ છે અને આરોપી મંજુલાબેન રજનીકાંતભાઇ મહેતા તેમજ હેતલબેન હનીશભાઇ શાહ પણ જય ડેવલોપર્સમાં ભાગીદાર છે તેઓઆ પેઢીના કુલમુખત્યારના વહીવટી કામથી સહમત ન હતા જેથી તેઓએ આરોપી રજનીકાંતભાઇ હિમંતલાલ મહેતા અને હનીશભાઇ અજયભાઇ શાહની સાથે મળી સ્કાય મોલના બેંકવેટ હોલના ભાડાની રકમના રૂપીયા ૧,૯૩,૬૦૫ અલગ અલગ પાર્ટી પાસેથી મેળવી લીધા હતા.

તેમજ આરોપી રજનીકાંતભાઇ હિમંતલાલ મહેતાના કહેવાથી નિલેશભાઇ વોરા તથા પંકજભાઇ દવે મારફતે બેંકવેટ હોલના બુકીંગના રૂપિયા નાણા રજનીકાંતભાઇ હિમંતલાલ મહેતા અને હનીશભાઇ અજયભાઇ શાહની ભાગીદારી પેઢી યુનિક ફુડક્રાફટ એલ.એલ.પી.ના ખાતા નંબર ૫૯૨૦૯૮૨૦૩૧૩૯૫૩ એચ.ડી.એફ.સી. બેંક મુંબઇમાં તથા કોસ્મોસ બેંકના યુનિક ફ્રુડ ક્રાફટ એલ.એલ.પી. પેઢીના બેંક એકાઉન્ટ નંબર ૦૮૩૧૦૦૧૦૨૧૪૧ મોરબીમાં જમા કરાવડાવી લીધા હતા અને ફરીયાદીએ આ રકમ જય ડેવલોપર્સની પેઢીમાં ટ્રાન્સફર કરી જમા કરાવવા અવાર નવાર કહેવા છતા આરોપીઓએ ભાડાની રકમ માંગવાનુ ભુલી જજો અને હવે પછી જો આ રૂપીયાની માંગણી કરશો તો સારવાટ રહેશે નહી. તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આમ જય ડેવલોપર્સ પેઢીને આપવાની થતી ભાડાની રકમ ઓળવી જઇ ફરીયાદી તથા અન્ય ભાગીદારો સાથે વિશ્વાસઘાત કરેલ હોવાથી યુવાને મોરબી સિટી એ ડિવિઝને પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૫૦૪, ૫૦૬(૨) ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News