મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના ગાળા પાસે કારખાનામાં યુવાને કર્યો આપઘાત


SHARE







મોરબીના ગાળા પાસે કારખાનામાં યુવાને કર્યો આપઘાત

મોરબી તાલુકાના ગાળા ગામ પાસે આવેલ એડીકોન સીરામીકના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા મજૂરે કોઈ કારણોસર કવાર્ટરમાં ગળાફસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેને મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમમાં લઇ આવ્યા હતા અને ત્યારબાદ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના ગાળા ગામ પાસે આવેલ અડીકોન સીરામીકના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો પવનભાઈ રાજુભાઈ નાયક (ઉંમર ૨૨) નામનો યુવાન પોતાના લેબર કવાર્ટરમાં હતો ત્યારે તે ગળાફાંસો ખાઈ ગયો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું.ત્યારબાદ તેના પિતા રાજુભાઈ મૃતક પવનભાઇની ડેડબોડીને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં હાલમાં મોરબી તાલુકા પોલીસ મથકના ફિરોઝભાઇ સુમરા દ્વારા તપાસ કરવામાં આવતા ખુલ્યુ હતુ તે આર્થિક કારણોસર મૃતકે અંતિમ પગલું ભરી લીધું હતું.

બાળકી-સગીર સારવારમાં

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામે રહેતા સુરેશભાઈ ધાંણકની અઢી વર્ષીય દીકરી રીયા પાણી ભરેલી ડોલમાં પડી ગઈ હતી જેથી કરીને તેણીને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.જ્યારે મોરબી તાલુકાના માનસર ગામના રહેવાલી અનિલ નિતેષભાઈ જાતે દેવીપુજક નામના ૧૫ વર્ષીય સગીરને ટંકારા તાલુકાના ઘુનડા ગામે ખેતરમાં ડાબા હાથના ભાગે સાપ કરડી જતા તેને અહીંની આયુષ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.એ ડિવિઝન પોલીસ મથકના પ્રદીપભાઈ બોરાણા દ્વારા બંને બનાવો અંગે નોંધ કપીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

ટંકારાના રહેવાસી રાકેશ ગુલાબભાઇ રાઠોડ (૨૯) અને ઈરફાન કરીમભાઇ અગરિયા (૩૬) નામના બે યુવાનો અમરાપર ગામથી ટંકારા જતા હતા ત્યારે તેઓનું બાઈક પુલિયા પાસે સ્લીપ થઈ જતા ઇજાઓ થવાથી બંનેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.






Latest News