મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની લખધીરપુર ગ્રામ પંચાયતના મહિલા સરપંચે કરેલ અરજી તથ્યહીન: સભ્યનો વળતો પ્રહાર


SHARE









મોરબીની લખધીરપુર ગ્રામ પંચાયતના મહિલા સરપંચે કરેલ અરજી તથ્યહીન: સભ્યનો વળતો પ્રહાર

મોરબીની લખધીરપુર ગ્રામ પંચાયતના ચુંટાયેલા વર્તમાન સભ્ય અને ત્રણ નાગરિકની સામે મહિલા સરપંચ દ્વારા ગંભીર આક્ષેપ સાથેની લેખિત અરજી ફરિયાદ કરેલ છે જેથી કરીને હાલમાં પંચાયતના સભ્ય દ્વારા ગમન મહિલા સરપંચે ખોટી અરજી ફરિયાદ કરેલ છે તેવી રજૂઆત કલેક્ટર, ડીડીઓ અને એસપીને કરવામાં આવી છે અને મહિલા સરપંચને તાત્કાલીક અસ૨થી સસ્પેન્ડ ક૨વામાં આવે તેવી માંગ કરી છે

મોરબી તાલુકાની લખધીરપૂર ગ્રામ પંચાયતના વર્તમાન સભ્ય રમેશભાઈ દેવરાજભાઈ ખણધર દ્વારા કલેક્ટર, ડીડીઓ અને એસપીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે, લખધી૨પુ૨ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ દ્વારા તેની વિરુધ્ધમાં ખોટી અરજી ફરિયાદ કરવામાં આવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, સરપંચ પદેથી રાજીનામું આપી દેવાની ધમકી, જો રાજીનામુ ન આપ્યું તો ખોટા કેસમાં સંડોવી દેવાની ધમકી, તોછડાઇ ભર્યુ વર્તન, ચેનચાળા, ઇશારા અને એકલતાનો લાભ લેવાનો પ્રયત્ન કરતાં હોવાની અરજી સરપંચે કરેલ છે જો કે, તેમાં તથ્ય નથી અને જુના ગામતળના તેમજ સરકારી જમીનમાં ગામના સ૨પંચ અને તેના પતિ દ્રારા હોદાનો દુરઉપયોગ કરી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરી અનઅધિકૃત ગામના ભુમિહીન ઘર વિહોણા ગરીબ પછાત વર્ગના કુટુંબોને રહેણાંકના હેતુસર ફાળવણી કરવામાં આવી છે અને કબજા પણ આપી દેવામાં આવેલ છે

જેથી ગામના જાગૃત નાગરીક ૨મેશભાઈ ગંગારામભાઈ ખાણધર, હીરાલાલ જગદીશભાઈ ૫૨મા૨, દેવજીભાઈ ગંગારામભાઈ ખાણધર દ્વારા અગાઉ કલેક્ટર, ડીડીઓ સહિતના અધિકારીને તેમજ મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીને રજૂઆતો કરી હતી જેથી કરીને મંત્રીએ તપાસનો આદેશ કર્યો હતો અને આ કૌભાંડ કરનારા સરપંચ અને તલાટી કમ મંત્રી વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી ક૨વાની માંગ કરવામાં આવી હતી આટલું જ નહીં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા, સહિતનાને રજૂઆતો કરવામાં આવી હતી કે, રમેશભાઈ ગંગારામભાઈ ખાણધર, હીરાલાલ જગદીશભાઈ ૫૨મા૨ સહિતના દ્વારા કરવામાં આવેલ રજૂઆતના આધારે તટસ્થ તપાસની માંગ કરી હતી

અત્રે ઉલેખનીય છે કે, તા. ૨૬/૭ ના રોજ ગામના નવ જેટલા આસામીએ સોગંદનામા પણ કર્યા છે ત્યારે ગામના સ૨પંચ ચંદ્રિકાબેન કાનજીભાઈ પરમાર દ્વારા ખાર, દ્વેષ, રાગ રાખીને ગ્રામ પંચાયતના સભ્ય અને ત્રણ જાગૃત નાગરીકો સામે ખોટી ઉપજાવી કાઢેલી અરજી ફરીયાદ કરવામાં આવેલ છે અને ગ્રામ પંચાયતના માલીકીના નવા તેમજ જુના ગામતળ અને સરકારી જમીનમાં સરપંચની ૨હેમ નજર હેઠળ મોટા પાયે અનઅધિકૃત દબાણ થયેલ છે તે દબાણ કરતાઓને બચાવવા તેમજ સ૨પંચની દબાણોમાં સીધી સંડોવણી હોવા છતાં કાયદાથી બચવા ખોટી ફરિયાદ કરવામાં આવેલ છે  




Latest News