મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં કોઈ પાંચ રૂપિયાની નોટ કે દશ રૂપીયાનો સિક્કો લેવાની ના પાડે તો ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કરો


SHARE













મોરબીમાં કોઈ પાંચ રૂપિયાની નોટ કે દશ રૂપીયાનો સિક્કો લેવાની ના પાડે તો ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કરો

મોરબીમાં વેપારીઓ પાંચ રૂપીયાની નોટ અને દસ રૂપીયાનો સિકકો ગ્રાહક પાસેથી લેતા નથી.આ રાષ્ટ્રનું ચલણ છે જો તે લેવાની ના પાડે તો એ ગુન્હો બને છે આ અંગે મોરબી શહેર ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરેલ છે.

મોરબી ઉધોગ નગરી છે તેમાં ગુજરાતના તેમજ અન્ય રાજયના હજારો મજુરો કામે આવે છે ગરીબ અને મજુરવર્ગને જીવન જરૂરીયાત વસ્તુ તથા અન્ય વસ્તુઓની ખરીદી કરવાની હોય છે.દર રવિવાર અને બુધવારે વેપારીઓને ત્યાં ઘણો ટ્રાફીક(ઘરાકી) હોય છે.પરંતુ મોરબીના વેપારીના જણાવ્યા પ્રમાણે પાંચ રૂપીયાની નોટ અને દસ રૂપિયાનો સિકકો ચલણમા લેતા નથી.આ ચલણ રાષ્ટ્રનું ધન છે અને તે લેવાની કોઇ ના પાડે તો તે ગુન્હો બને છે.કોઇપણ વેપારી આ ચલણ લેવાની ના પાડી શકતા નથી અને જો ના પાડે તો પોલીસ ફરીયાદ થઇ શકે છે.આ બાબતે ચેમ્બર્સ ઓફ કોમર્સે પણ વેપારીઓને જાણ કરવી જોઇએ કે ચલણ લેવાની ના પાડે નહીં કારણ કે મઘ્યમ અને મજુર વર્ગને ઉપાડમાં આ નાનુ ચલણ જ મળે છે.કોઇ આ નીણુ ઘરે છાપતા નથી.જો બધા વેપારી આવો વહેવાર કરશે તો મજુરોનો વહેવાર તુટી જશે કોઇપણ વેપારી પાંચની નોટ કે દસના સિકકા લેવાની ના પાડે તો પોલીસ ફરીયાદ કરી શકાય છે અથવા તો ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કરી શકે છે.

કર્તવ્ય જીવદયા કેન્દ્ર

મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પર્યાવરણને નુકસાન ન પહોંચે તેવા ઉમદા હેતુ સાથે ઇકોફ્રેન્ડલી એટલે કે માટીનાં ગણપતીનું રાહતદરે વિતરણ કરવામાં આવશે અને જે કંઇ નફો થશે તે સેવા કાર્યમાં જ વાપરવામાં આવશે.જે કોઈ ધર્મપ્રેમી લોકોને પોતાના ઘરે ગણપતીજીની પ્રતિમાનું સ્થાપન કરવું હોય તેઓએ ૧૦ ઓગસ્ટ પેહલા ગણપતીની મૂર્તિની સાઈઝ મુજબ એડવાન્સમાં બુકિંગ કરાવવા અપીલ કરાયેલ છે.મુર્તિ નોંધાવના કે અવ્ય વધુ માહિતી માટે મોબાઇલ નંબર ૭૫૭૪૮ ૮૫૭૪૭ ઉપર વોટસએપ વડે મેસેજ મોકલીને ગણપતીજીના મૂર્તિઓનાં સેમ્પલ ફોટો અને ભાવ મંગાવી શકો છો.આ વિતરણ થકી જે કંઇ પણ નફો થશે તે તમામ નફો કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં ચાલતા સેવા કાર્યોમાં વાપરવામાં આવશે.સંસ્થાને પગભર કરવા અને પર્યાવરણનું જતન કરવા સંસ્થાએ અપીલ કરેલ છે.






Latest News