મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીના સોની બજાર વિસ્તારમાં સામસામી મારામારી - ફરિયાદ નોંધાઈ


SHARE







મોરબીના સોની બજાર વિસ્તારમાં સામસામી મારામારી ; ફરિયાદ નોંધાઈ

મોરબીના સોની બજાર વિસ્તારમાં બે પરિવાર વચ્ચે સામાન્ય બાબતમાં ઝઘડો થયા બાદ મારામારીનો બનાવ બન્યો હતો.જે બનાવમાં સામસામે મારામારી થયા બાદ ફરિયાદો નોંધાવવામાં આવતા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નગર દરવાજા વિસ્તારમાં આવેલ ગ્રીનચોક પાસે સોની બજારની પારેખ શેરીના શ્રીજી એપાર્ટમેન્ટમાં મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ઇજાઓ થવાથી માધુરીબેન ડેનીશભાઈ સોની (૨૫) અને સામેના પક્ષના ક્રિપાલસિંહ તખુભા પરમાર (૩૫) અને જીનલબેન કલ્પેશ ચૌહાણ (૨૨) નામના ત્રણ લોકોને ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.બાદમાં આ બનાવ અંગે રસીલાબેન હરેશભાઈ છબીલભાઈ પાટડીયા સોની (૪૫) રહે.શ્રીજી એપાર્ટમેન્ટ પારેખ શેરીવાળાએ સામેવાળા ક્રિપાલસિંહ પરમાર સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓની દિકરી માધુરીબેનની સાથે સામેવાળા ઝઘડો કરતા હોય અને તેમની દીકરીને માર માર્યો હતો.જ્યારે સામાપક્ષેથી ક્રિપાલસિંહ પથુભા પરમાર જાતે દરબાર (૩૫) રહે. શ્રીજી એપાર્ટમેન્ટ પારેખશેરી વાળાએ માધુરીબેન ડેનીશભાઈ સોનીના સામે ફરિયાદ નોંધાવીને જણાવ્યું હતું કે તેઓની દિકરી માધવીબેન સાથે સામેવાળા માધુરીબેને બોલાચાલી ઝઘડો કર્યો હતો અને તેણીને મૂઢ માર માર્યો હતો જે અંગે એ ડિવિઝન પોલીસ મથકના એ.પી.જાડેજા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતા દેવરાજભાઈ જશાભાઇ પરમાર નામના ૬૦ વર્ષીય વૃદ્ધ આમરણ ગામ પાસે આવેલ બજરંગ હોટલ પાસેથી તેઓનું બાઇક લઈને જતા હતા ત્યારે અજાણ્યા ટ્રકના ચાલકે તેમને હડફેટે લેતા ઇજાઓ થવાથી સારવારમાં ખસેડાયા હતા.બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે મહાદેવ મંદિર પાછળ રહેતા કેતારીલાલ બાલકિશન રામ નામના ૪૫ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ થતા ૧૦૮ વડે યુવાનને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

ઝેરી દવા પી જતા સારવારમાં|

મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતો અશ્વિન છગનભાઈ જાકાસણીયા નામનો ૩૨ વર્ષીય યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો.જેથી કરીને તેને સારવાર માટે અહીં મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમાર દ્વારા બનાવની નોંધ કરીને તપાસ શરૂ કરવામાં આવેલ છે.






Latest News