લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો ! મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે માળીયા-સુરજબારી 8 લાઈન અને શિકારપુરથી મેવાસા 6 લાઈન રોડ 2100 કરોડની મંજુરી: સાંસદ વિનોદ ચાવડા મોરબીમાં રાષ્ટ્રીય સનાતન સેના અને હિન્દુ યુવા વાહિની દ્વારા ગેરકાયદે કતલખાનાનો કરાયો ખુલ્લો વિરોધ મોરબીમાં ગટર પાસેથી ઈજાગ્રસ્ત મળેલ ભરત પટેલનું રાજકોટ ખાતે સારવારમાં મોત, બનાવ શંકાસ્પદ જણાતા ફોરેન્સિક પીએમ કરાયું બરોબરના ભરાયા: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાંથી પત્રકારોને બહાર જવાનું કહીને જવાબ આપવો ભારે પડી જતાં મેયરે ચાલતી પકડી !
Breaking news
Morbi Today

મોરબીના ફડસર પાસેથી ૭૨ બોટલ અને હળવદના કોયબા નજીક હોટલમાંથી ૨૫ બોટલ દારૂ ઝડપાયો


SHARE







મોરબીના ફડસર પાસેથી ૭૨ બોટલ અને હળવદના કોયબા નજીક હોટલમાંથી ૨૫ બોટલ દારૂ ઝડપાયો

મોરબી તાલુકાના ફડસર ગામે વાડીની બાજુમાં દારૂનો જથ્થો હોવાની બાતમી આધારે એલસીબીની ટીમે ત્યાં દારૂની રેડ કરીને ૭૨ બોટલ દારૂ કબજે કર્યો હતો અને હળવદ તાલુકાના કોયબા ગામના પાટીયા પાસે આવેલ જૂની આશાપુરા હોટલમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી પોલીસે દારૂની ૨૫ બોટલો કબજે કરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના ફડસર ગામે રહેતા લખુભાઇ ગેલાભાઈ નાટડાની વાડીની બાજુમાં આવેલ પડતર ખરાબાની જગ્યામાં દારૂનો જથ્થો હોવાની બાતમી એલસીબીની ટીમના રામભાઇ મંઢ, સંજયભાઇ રાઠોડ અને ભરતસિંહ ડાભીને મળી હતી જેના આધારે મોરબી જિલ્લા એલસીબીની ટીમે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને દારૂની ૭૨ બોટલ મળી આવતા પોલીસે ૩૨૪૦૦ રૂપિયાનો મુદ્દામાન કબજે કર્યો હતો અને આ દારૂનો જથ્થો કાનાભાઈ શામળાભાઈ સોઢીયા જાતે બોરીચા રહે ફડસર વાળાનો હોવાનું સામે આવતા તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

હળવદ તાલુકાના કોયબા ગામના પાટીયા પાસે આવેલ જૂની આશાપુરા હોટલમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૨૫ બોટલો મળી આવતા પોલીસે સાડા સાત હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને હિતેશભાઈ ઉર્ફે લાલો નાગરભાઈ હડિયલ જાતે દલવાડી (૨૬) રહે જુના પોલીસ સ્ટેશન સામે ગોકુલ નગર હળવદ તેમજ દેવરાજભાઈ સિંધાભાઈ ધાધર જાતે રબારી (૨૩) રહે. શક્તિનગર હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેઓની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લઈને આવ્યા હતા તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી

દારૂની બે બોટલ

હળવદના શક્તિનગર ગામે મારુતિના શોરૂમ પાસેથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૬૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો સાથે દશરથસિંહ ઇન્દુભા ઝાલા જાતે દરબાર (ઉંમર ૪૬) રહે. કોયબા ગામ વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો ક્યાંથી લઈને આવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News