ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી-હળવદમાં જુગારની ચાર રેડ: કારખાનેદાર સહિત ૨૨ જુગારી ૩,૫૮,૫૨૦ ના મુદામાલ સાથે ઝડપાયા


SHARE











મોરબી-હળવદમાં જુગારની ચાર રેડ: કારખાનેદાર સહિત ૨૨ જુગારી ૩,૫૮,૫૨૦ ના મુદામાલ સાથે ઝડપાયા

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં જુગારની રેડ સમયાંતરે કરવામાં આવે છે તેવી જ રીતે મોરબી અને હળવદ તાલુકામાં સ્થાનિક પોલીસ અને એલસીબી દ્વારા જુગારની જુદીજુદી ચાર રેડ કરવામાં આવી હતી જેમાં કુલ મળીને ૨૨ જુગારી ૩,૫૮,૫૨૦ ના મુદામાલ સાથે ઝડપાયા હતા

રફાળેશ્વર જુગાર

મોરબીના રફાળેશ્વર ગામ પાસે આએવલ જી.આઇ.ડી.સી.માં આર્યન મીનરલ્સ કારખાનાની ઓફીસમાં જુગાર રમતા હોવાની શકિતસિંહ ઝાલા, સહદેવસિંહ જાડેજા અને યોગીરાજસિંહ જાડેજાને સંયુકતમાં ખાનગી બાતમી મળી હતી જેથી કરીને ત્યાં પ્રકાશભાઇ મનસુખભાઇ પટેલને કારખાનામાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે આર્યન મીનરલ્સ રોમટીરીયલ નામના કારખાનાની ઓફીસમાં બહારથી માણસોને બોલાવીને જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતુ જેથી કરીને પોલીસે રોકડા ૨,૪૭,૦૦૦ ના મુદામાલને કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી કારખાનેદાર પ્રકાશભાઇ મનસુખભાઇ પટેલ, સંદિપભાઇ મગનભાઇ પટેલ, કલ્પેશભાઇ ધીરૂભાઇ પટેલ, કિશોરભાઇ પ્રેમજીભાઇ પટેલ, રાજેશભાઇ ડાયાલાલ પટેલ, હેમતભાઇ ધનજીભાઇ પટેલ અને પ્રવિણભાઇ નટુભાઇ દલવાડી જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી

હળવદ જુગાર

હળવદના મહાવીર પાર્કમાં રહેણાક મકાનમાં જુગાર રમતા હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કિશોરભાઇ મનજીભાઇ સોલગામાને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યારે જુગારની રેડ કરી હતી ત્યારે ઘરધણી મહીપાલભાઇ જગુભા ધાંધલ, કૌશીકભાઇ પ્રવિણભાઇ ગૌસ્વામી, પંકજભાઇ જગદીશભાઇ જોષી, યાજ્ઞિકભાઇ વાસુદેવભાઇ ગોપાણી, નવઘણભાઈ કાનજીભાઇ ચાવડા અને શ્યામભાઇ મેણંદભાઇ રાઠોડ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૭૨,૩૦૦ નો મુદામાલ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી

મક્નસર જુગાર

મોરબી નજીકના મકનસર ગામ પાસે આવેલ પ્રેમજીનગરમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેથી તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ઉમેશભાઈ બટુકભાઈ કુંઢીયા, જયંતીભાઈ લખમણભાઇ કુંઢીયા, બચુભાઈ બાબુભાઈ કુંઢીયા અને વિજયભાઈ ધરમશીભાઈ કુંઢીયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૨૬૨૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

શાપર જુગાર

મોરબી તાલુકાના જેતપર રોડ ઉપર આવેલા શાપર ગામે જુગારની સ્થાનિક પોલીસે રેડ કરી હતી  ત્યારે જુગાર રમતા બીપીન અમરસીભાઈ ચૌહાણ, અમરસિંહ શામજીભાઈ ચૌહાણ, દેવજી પરસોતમભાઈ ચાવડા, રફીક ચાંદભાઈ માણેક અને દિનેશ ધુળાજીભાઈ નાયક મળી આવ્યા હતા જેથી પોલીસે પાંચ જુગારીની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ૨૬૬૦૦ ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News