અવળચંડાઈની હદ વટોળી !:વાંકાનેરમાં જન્માષ્ટમીના લોકમેળાની ફરીથી હરરજી કરવા આદેશ
મોરબી : હર ઘર તિરંગા અંતર્ગત મોટીબરાર પ્રાથમિક શાળામાં યોજાઈ વિવિધ સ્પર્ધાઓ
SHARE









મોરબી : હર ઘર તિરંગા અંતર્ગત મોટીબરાર પ્રાથમિક શાળામાં યોજાઈ વિવિધ સ્પર્ધાઓ
આઝાદી કા અમૃત મહોત્સ અંતર્ગત યોજાનાર "હર ઘર તિરંગા" કાર્યક્રમ અંતર્ગત મોરબીના માળિયા(મી.) તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં તિરંગાના મહત્વ ઉપર વકતૃત્વ સ્પર્ધા તેમજ નિબંધ લેખન સ્પર્ધા, ચિત્ર દ્વારા કાપડ ઉપર અથવા આર્ટ અને ક્રાફટ દ્વારા તિરંગો બનાવવાની સ્પર્ધા, તિરંગાને લગતા ગીત ગાવાની સ્પર્ધા અને ભારતના રાષ્ટ્રધ્વજની વિકાસ યાત્રા-પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તમામ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.તેમજ કલા ઉત્સવ હેઠળ આઝાદી કા અમૃત મહોત્સવનું મોરબીના બગથળા સીઆરસી મુકામે આયોજન કરેલ જેમાં બીલીયા પ્રાથમિક શાળાના બાળકોએ સારું એવું પ્રદર્શન કરે જેમાં ચિત્ર સ્પર્ધામાં સરવૈયા જતીનભાઈ ભરતભાઈ પ્રથમ નંબરે આવેલ, સંગીત ગાયન સ્પર્ધામાં સાણંદિયા ભવ્ય અરવિંદભાઈ પ્રથમ નંબરે આવેલ, સંગીત વાદન સ્પર્ધામાં શેરસીયા જ્ઞાન હસમુખ પ્રથમ નંબરે આવેલ, બાળ કવિ સંમેલનમાં કાવર ઐષી નીતિનભાઈ દ્વિતીય નંબરે આવેલ છે તો આ તમામ બાળકોને શાળા પરિવાર તથા આચાર્ય શ્રી કિરણભાઈ કાચરોલાએ અભિનંદન અને શુભેચ્છા પાઠવે છે.
