મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં દૂધ થી લઈને દારૂ સુધીના ધંધાની એક મહિનો માઠી !


SHARE









મોરબીમાં દૂધ થી લઈને દારૂ સુધીના ધંધાની એક મહિનો માઠી !

મોરબીની આસપાસના વિસ્તારમાં સીરામીકના નાના મોટા ૮૦૦ થી વધુ યુનિટ આવેલા છે જેમાં આગામી ૧૦ તારીખથી ઉત્પાદન અને ૧૫ ઓગસ્ટથી એક મહિના સુધી લોડીંગ બંધ થવાનું છે જેથી કરીને આ ઉદ્યોગમાં લોકોનો ધમધમાટ હોવાના લીધે હાઇવે સહિતના વિસ્તારોમાં આવેલ હોટલ, ઢબા, ઓટો મોબાઈલ સહિતના ધંધાની એક મહિનો માઠી જેવી પરિસ્થિતી ઊભી થાય તો નવાઈ નથી જેથી કરીને મોરબીનો સિરામિક ઉદ્યોગ બંધ થતાં મોરબીમાં દૂધથી લઈને દારૂ સુધીના ધંધાની એક મહિનો માઠી રહેશે

મોરબી સિરામિક ટાઇલ્સની ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં માલની માંગમાં તોતિંગ ઘટાડો જોવા મળી રહ્યો છે જેથી કરીને મોરબી સિરામિક એસો. દ્વારા સંયુક્ત રીતે આગામી તા. ૧૦ ઓગસ્ટ થી ૧૦ સપ્ટેમ્બર સુધી એક મહિનો મોરબીના તમામ સિરામિક કારખાનાઓને બંધ રાખવા માટેનો નિર્ણય કર્યો હતો અને ૧૫ તારીખથી સિરામિકના કારખાનાઓમાંથી લોડીંગ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે જેથી કરીને મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા પણ તેના ૬૦૦ સભ્યોને સાથે મિટિંગ કરીને સર્વાનુમતે આગામી ૧૫ તારીખથી એક મહિના સુધી ટ્રક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે ત્યારે જો વાત કરીએ અન્ય ધંધાની વાત કરીએ તો મોરબીમાં દૈનિક માલની હેરફેરી કરવા માટે દોડતા ૫૦૦૦ થી વધુ ટ્રકના પૈડાં ૧૫ ઓગસ્ટથી થંભી જશે જેથી કરીને મોરબીમાં દૂધ થી લઈને દારૂ સુધીના ધંધાની એક મહિનો માઠી જેવી પરિસ્થિતી જોવા મળશે વધુમાં સૂત્રોના કહેવા પ્રમાણે સિરામિક કારખાના અને ટ્રક બંધ થવાના લીધે હોટલ, ઢબા, ઓટો મોબાઈલ સહિતના ધંધા પણ બંધ થઈ જશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી 




Latest News