ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ મોરબીમાં જુગારની ત્રણ રેડ: પાંચ શખ્સો પકડાયા, એકની શોધખોળ મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના બાળકો G-shala App ના ઉપયોગ દ્વારા ખાનગી શૈક્ષણિક એપ્લિકેશનોને ટક્કર મારશે


SHARE





























મોરબી જિલ્લાના બાળકો G-shala App ના ઉપયોગ દ્વારા ખાનગી શૈક્ષણિક એપ્લિકેશનોને ટક્કર મારશે

કોરોના કાળમાં વિદ્યાર્થીઓ ઓનલાઇન હોમ લર્નિંગ માટે જુદીજુદી શૈક્ષણિક એપ્લિકેશનોનો ઉપયોગ કરે છે પરંતુ byju's અને વેદાંતું જેવી એપ્લિકેશન પેઈડ હોવાથી માત્ર આર્થિક સંપન્ન લોકોને જ પોસાય છે.જ્યારે ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા વિકસાવાયેલ G-shala App માં એ બધું જ છે જે એક ઉત્કૃષ્ટ શૈક્ષણિકએપમાં હોય છે. ધોરણ ૧ થી ૧૨ સુધીનો વિદ્યાર્થી જાતે ઉપયોગ કરી શકે તે રીતે તેને ડેવલોપ કરવામાં આવેલ છે.

Personalised adaptive learning માં બાળક જાતે વિડિઓ જોઈને પ્રશ્નોના ખોટા જવાબ આપે તો આ એપ ની learning management system જ બાળકને સૂચન આપે કે આ કચાસ દૂર કરવા શુ કરવું જોઈએ..? આ એપનો લાભ તમામ સરકારી શાળાના બાળકોને મળે તે માટે જાગૃતતા લાવવા મહેન્દ્રનગર સીઆરસી કો ઓર્ડીનેટર ચંદ્રકાન્તભાઈ બાવરવા દ્વારા તેમના કલ્સ્ટરના તમામ શિક્ષકોની ઓનલાઈન મિટિંગ લેવામાં આવી હતી. આ ઓનલાઈન મિટિંગમાં બીઆરસી ચિરાગભાઈ આદ્રોજા પણ ઉપસ્થિત રહ્યા અને સૌ ટકા બાળકો આ એપને ઈન્સ્ટોલ કરીને તેનો ઉપયોગ કરે તે માટે શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા.

 
















Latest News