મોરબીમાં ઉમિયા સર્કલ પાસે યદુનંદન સોસાયટીમાં રાત્રિ દરમ્યાન તસ્કરોના આંટાફેરા: લોકોમાં ફફડાટ
મોરબીમાં બિન રાજકીય ઓબીસી અનામત સમિતિની રચના, રેલીનું આયોજન
SHARE









મોરબીમાં બિન રાજકીય ઓબીસી અનામત સમિતિની રચના, રેલીનું આયોજન
આગામી નવેમ્બર ડિસેમ્બર માસમાં સંભવત: વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે.ત્યારે દરેક જ્ઞાતિ-સમાજો દ્રારા સરકારને ભીંસમાં લેવા માટે અને પોતાના હકકો મેળવવા માટે વિવિધ રીતે કાર્યક્રમ યોજી રહ્યા છે.દરમિયાનમાં મોરબીમાં પણ બિન રાજકીય ઓબીસી સમિતિની રચના કરીને ઓબીસી સમાજના હક માટે અવાજ ઉઠાવવા માટેનું નક્કી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે.મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકામાં આવેલ વવાણીયા ગામે શ્રી રામબાઈ માતાજીના આશીર્વાદ લઇને મોરબી જિલ્લામાં બિન રાજકીય ઓબીસી અનામત સમિતિની પ્રથમ મિટિંગ મળી હતી.જેમાં ઓબીસી અનામતને લઇને આગળના કાર્યક્રમોની ચર્ચાઓ કરવામાં આવી હતી.આગામી દિવસોમાં સમગ્ર ઓબીસીને સાથે લઇને ગામડે ગામડે પ્રવાસ કરીને મોરબી મુકામે રેલીનું આયોજન કરવાનું મિટીંગમાં નકકી થયુ હતુ. ઓબીસી સમાજના હિતોના રક્ષણ માટે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગામડે ગામડે ફરીને આ અંગે જાગૃતિઓ લાવવામાં આવે અને આગામી સમયમાં રેલીનું આયોજન કરવામાં આવે તેવું નક્કી કરવામાં આવ્યું હતું.આ મિટિંગમાં ઓબીસી સમાજના તમામ રાજકીય પક્ષોના રાજકીય તેમજ સામાજીક આગેવાનો હાજર રહ્યા હતા.જેમાં કોંગ્રેસના ઓબીસી વિભાગના પ્રમુખ રાજેશભાઈ જારીયા, એડવોકેટ દીપકભાઈ પરમાર, મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ કાર્યકારી પ્રમુખ એલ.એમ.કણજારિયા, એમ.ડી.રબારી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
