મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં રજીસ્ટ્રારની કચેરી હેઠળની મંડળીઓ-બેંકો અને સભ્યોના ઘરે લહેરાશે તિરંગો 


SHARE











મોરબી જીલ્લામાં રજીસ્ટ્રારની કચેરી હેઠળની મંડળીઓ-બેંકો અને સભ્યોના ઘરે લહેરાશે તિરંગો 

આઝાદી કા અમૃત મહોત્સવતા.૧૩/૦૮/૨૦૨૨ થી તા.૧૫/૦૮/૨૦૨૨ દરમિયાન હર ઘર તિરંગાકાર્યક્રમની ઉજવણી થનાર છે. આ કાર્યક્રમ દરમિયાન મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લેનાર છે.

આ માટે જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ, મોરબી દ્વારા સહકારી સંસ્થાઓ સાથે  વિશાળ પ્રમાણમાં સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનો, સભાસદો હર ઘર તિરંગા કાર્યક્રમમાં ભાગ લે તેનું આયોજન કરવામાં આવેલ છે. મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લી. દ્વારા તેની તમામ ૩૦૦ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ, રાજકોટ જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કની મોરબી જિલ્લાની તમામ ૩૫ બ્રાન્ચ અને ૧૮૩ સેવા સહકારી મંડળીઓ પર તેમજ સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી, વ્યવસ્થાપક કમીટીના સભ્યો દ્વારા પોતાની સહકારી મંડળી, પોતાના ઘર પર આ સમયગાળા દરમ્યાન રાષ્ટ્રધ્વજ લહેરાવવાનું આયોજન કરવામાં આવેલ છે.

 આ ઉપરાંત જિલ્લાની મોરબી નાગરીક સહકારી બેન્ક લી., ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીઓ તેમજ અન્ય પ્રકારની સહકારી મંડળીઓ પોતાના મકાન પર તિરંગો લહેરાવવાનું આયોજન કરવામાં આવેલ છે. જિલ્લાની તમામ સહકારી મંડળીઓ, સહકારી મંડળીના વ્યવસ્થાપક કમીટીના સભ્યો, મંડળીના અન્ય સભાસદો, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ, તેના બોર્ડ મેમ્બર્સ મળી વિશાળ માત્રામાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું આયોજન કરવામાં આવેલ છે. હર ઘર તિરંગાકાર્યક્રમમાં જિલ્લાની તમામ સહકારી સંસ્થા, સહકારી સંસ્થા સાથે જોડાયેલા આગેવાનો, સભાસદો, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, મોરબીની યાદીમાં અનુરોધ કરાયો છે.






Latest News