વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

હળવદમાં યંગ ઇન્ડિયા દ્વારા ૨૩૦૦ ફૂટ લાંબી તિરંગા યાત્રા યોજાશે


SHARE









હળવદમાં યંગ ઇન્ડિયા દ્વારા ૨૩૦૦ ફૂટ લાંબી તિરંગા યાત્રા યોજાશે

દેશ આઝાદ થયોને ૭૫ વર્ષ પુરા થતા આ રાષ્ટ્રીય પર્વમાં ભારતીયો જોડાતા હોય છે ત્યારે હર ઘર તિરંગાને સાર્થક કરવા માટે સરકારી તંત્ર અને આગેવનો જહેમત ઉઠાવી રહ્યા છે તેવી જ રીતે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી માટે હળવદમાં  વિવેકાનંદ સાયન્સ એકેડમીના સહયોગથી ૧૩ ઓગસ્ટે ૨૩૦૦ ફૂટ લાંબી તિરંગા યાત્રા નીકળશે.

હળવદમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-મોરબી અને વિવેકાનંદ સાયન્સ એકેડમી-હળવદ દ્વારા આગામી ૧૩  ઓગસ્ટના રોજ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે દરેક લોકોમાં દેશના સ્વંભિમાનના પ્રતીક તિરંગાથી રાષ્ટ્ પ્રત્યેની કૃતજ્ઞતા જાગૃત કરવા આશરે ૨૩૦૦ ફૂટ લાંબી તિરંગા યાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તિરંગા યાત્રા વિવેકાનંદ ગર્લ્સ હોસ્ટેલથી સરા ચોકડી, નંકલક ધામ સામે હળવદ ધ્રાગંધ્રા હાઇવે સહિતના માર્ગો પર ફરીને દરેક લોકોમાં દેશ પ્રત્યે કઈ કરી છુંટવાની ભાવના જાગૃત કરાશે. ત્યારે દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, દેશની આન, બાન અને શાન ગણાતા તિરંગાની રક્ષા માટે આપણા દેશના જાબાઝ સૈનિકોએ પ્રાણની આહુતિ આપી છે ત્યારે તિરંગો જ્યારે લહેરાય ત્યારે દરેક ભારતવાસીઓ આપોઆપ ઉભા થઈને નત મસ્તકે સલામી આપે છે.તેથી દેશના ક્રાંતિવીર અને બોર્ડર ઉપર લડતા જવાનો જેવી જ રાષ્ટ્ભાવના આ તિરંગાથી આપણા દરેકમાં જાગૃત થાય તે માટે આ સરાહનીય પ્રયાસ કરાયો છે.

બાળકોને ભોજન કરાવ્યુ

મોરબીમાં દરેક તહેવારોની અનોખી ઉજવણી કરવા માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે શ્રાવણ માસના બીજા સોમવારે પણ ખરા અર્થે ભગવાન શિવ રાજી થાય તેવું સરાહનીય કાર્ય કર્યું હતું ખાસ કરીને દુધથી વાંચીત રહેતા ઝૂંપટપટ્ટીના ગરીબ બાળકો સહિતનાઓને દૂધપાક-પુરીભાજીનું ભરપેટ ભોજન કરાવીને તેમની જઠરાગ્નિ તૃપ્ત કરીને જીવ રાજી તો શિવ આપોઆપ રાજીનો સંદેશ જનજન સુધી પહોંચાડ્યો છે.




Latest News