મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાનાં હરબટીયાળીમાં કૃષક ભારતી દ્વારા સહકારી પરિષદ યોજાઇ


SHARE









ટંકારા તાલુકાનાં હરબટીયાળીમાં કૃષક ભારતી દ્વારા સહકારી પરિષદ યોજાઇ

ટંકારાના હરબટીયાળીમાં કૃષક ભારતી દ્વારા સહકારી પરિષદનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સહકારી ક્ષેત્રના આગેવાન મગનભાઈ વડાવિયા, કૃષક ભારતીનાં જનરલ મેનેજર ડો.જી.વી.કાછડિયા, રાજકોટ જિલ્લા સહકારી બેંકનાં જનરલ મેનેજર સખીયાં, મોરબી માર્કેટિંગ યાર્ડનાં ભવાનભાઈ ભાગિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા

આ સહકારી પરિષદમાં સમય સાથે તાલ મિલાવી આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક અભિગમ સાથે ગૌ આધારિત સજીવ ખેતી તેમજ વ્યવસાય તરીકે પશુપાલન થકી સારી આવક મેળવ આગેવાનો દ્વારા ટકોર કરવામા આવી હતી ત્યારે હરબટીયાળી સહકારી મંડળીનાં સંચાલકો અને સભાસદોની કામગીરીની આ તકે હાજર રહેલા આગેવાનો દ્વારા પ્રસંશા કરવામાં આવી હતી. આ તકે કૃષક ભારતીનાં ડો.કાછડીયાએ રાસાયણિક ખાતરનાં વધારે પડતાં ઉપયોગ સામે કુદરતી સેન્દ્રીય ખાતર વાપરવા અનુરોધ કર્યો હતો તેમજ આ કાર્યક્રમમાં ખેડૂતો માટેની વિવિધલક્ષી કામગીરીની માહિતી આપવામાં આવી હતી તેમજ સ્વ.વિઠલભાઈ રાદડીયાની સ્મૃતિમાં મેડિકલ સહાય યોજના અંતર્ગત લાભાર્થીઓને ચેક આગેવાનોના હસ્તે આપવામાં આવ્યા હતા અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઘરે ઘરે તિરંગા લહેરાવવા ખેડૂતો સહિતનાઓને અનુરોધ કરાયો હતો




Latest News