વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે જન્માષ્ટમી નિમિતે રાહતદરે સર્વજ્ઞાતિય મીઠાઈ તથા ફરસાણ વિતરણ રવિવારથી શરૂ


SHARE









મોરબીના જલારામ મંદિરે જન્માષ્ટમી નિમિતે રાહતદરે સર્વજ્ઞાતિય મીઠાઈ તથા ફરસાણ વિતરણ રવિવારથી શરૂ

મોરબીમાં વિવિધ પ્રકારની માનવસેવા કરતા શહેરના અયોધ્યાપુરી રોડ ઉપર આવેલા શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીના પાવનપર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તેમજ ફરસાણ વિતરણનુ આયોજન કરવામા આવેલ છે.

વિતરણ આગામી તા.૧૪ ને રવિવારથી શરૂ થશે.ફરસાણ તેમજ મીઠાઈ મેળવવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યકતા નથી.દરેક સમાજનો દરેક વર્ગ તહેવારોની મજા માણી શકે તે હેતુથી પ્રતિવર્ષ મોરબી જલારામ મંદિર દ્વારા સર્વજ્ઞાતિય રાહતદરે મિઠાઈ તેમજ ફરસાણ વિતરણ કરવામાં આવે છે.ત્યારે પ્રવર્તમાન વર્ષે પણ વિવિધ મીઠાઈ તેમજ ફરસાણનુ રાહતદરે વિતરણ કરવામા આવશે.જેમા શુધ્ધ અમૂલ ઘી માંથી બનેલ મોહનથાળ, થાબડી, ચોકલેટ બરફી, રાજભોગ બરફી, કેસર બરફી, જાંબુ, લીસા લાડુ, મોતીચુર લાડુ, પીળો મેસુબ, સફેદ મેસુબ, ટોપરા પાક, માંડવી પાક, બોમ્બે હલવો, કેસર પેંડા, સફેદ પેંડા સહીતની મીઠાઈઓ ઉપરાંત ભાવનગરી ગાંઠીયા, પાપડી ગાંઠીયા, ચંપાકલી ગાંઠીયા, તીખા ગાંઠીયા, સેવ, તીખી સેવ, તીખુ ચવાણુ, મોરૂ ચવાણુ, સક્કર પારા, દાબેલા ચણા, ફરાળી ચેવડો, શિંગ ભજીયા, તીખી દાળ, બટેકા વેફર મોરી, બટેકા વેફર તીખી કેળા વેફર, ભાખરવડી, ફરસીપુરી, ચણા દાળ, ખાજલી, ખાખરા સહીતનુ ફરસાણ રાહતદરે ઉપલબ્ધ રહેશે તેમ મોરબી જલારામ મંદિરના ગીરીશભાઈ ઘેલાણી તથા હરીશભાઈ રાજાએ યાદીમા જણાવેલ છે.

બરફના શીવલીંગ

મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપમાં શ્રાવણ માસના સોમવારે શિવમંદિરે નકલંક હાઈટ્સમા રહેતા અને શિવમ આઈસ ફેક્ટરીવાળા જયેશભાઈ હળવદીયા  તથા મનોજભાઈ હળવદીયા તથા નકલંક હાઈટ્સના લોકો દ્વારા બરફની શીવલીંગ બનાવવામાં આવેલ જેની મહાઆરતી યોજવામાં આવી હતી તેનો બહોળ પ્રમાણમાં શ્રધ્ધાળુઓએ લાભ લીધો હતો.

વિશ્વ હિન્દૂ પરિષદ

વિશ્વ હિન્દૂ પરિષદ આયોજિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આઠમના દિવસે આયોજન કરવાનું હોય તેના આયોજનના ભાગરૂપે શહેરના તમામ હિન્દુ સંગઠનોની બેઠક યોજવામાં આવી હતી.જેમાં વિવિધ આકર્ષક ફલોટ સહિતના શણગારેલા વાહનોમાં ભવ્ય શોભાયાત્રા કાઢવાનું સર્વે સંગઠનો દ્વારા નક્કી કરવામાં આવેલ છે.




Latest News