વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી-હળવદમાં જુગારની ત્રણ રેડ: ૧૪ જુગારી ૧.૩૦ લાખની રોકડ સાથે પકડાયા


SHARE









મોરબી-હળવદમાં જુગારની ત્રણ રેડ: ૧૪ જુગારી ૧.૩૦ લાખની રોકડ સાથે પકડાયા

મોરબી અને હળવદમાં જુગારની જુદીજુદી ત્રણ રેડ કરવામાં આવી હતી જેમાં કુલ મળીને ૧૪ જુગારી મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી કુલ ૧૩૦૪૨૦ ની રોકડ કબજે કરીને જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

હળવદ શહેરમાં સરકારી દવાખાનાની પાછળ ની ગલીમાં સિધેશ્વર મહાદેવ મંદિરની પાસે ઘરમાં  જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જયકુમાર કિશોરભાઈ ઠક્કરના મકાનમાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરધણી જયકુમાર કિશોરભાઈ ઠક્કર, પંકજભાઈ મનહરભાઈ અનડકટ, લાલજીભાઈ હંસરાજભાઈ ખાવડીયા, લાલજીભાઈ બનુભાઈ રાઠોડ, હરીશભાઈ કાંતિલાલ ઠક્કર અને સુનિલભાઈ હિંમતભાઈ મેર જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૦૮૩૦૦ રોકડા તેમજ ચાર મોબાઇલ ફોન આમ કુલ મળીને ૧૧૬૩૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના વશરામભાઈ મેતા સહિતના સ્ટાફને મળેલ બાતમને આધારે તેઓના બીટ વિસ્તારમાં જુદા જુદા બે સ્થળોએ જુગાર અંગે રેડ કરવામાં આવી હતી.જેમાં મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર વિસ્તારના સાંઈબાબા મંદિર પાસે સરદારજીના બંગલા પાછળ જાહેરમાં મોડી રાત્રીના જુગાર રમી રહેલ સાજીદ ફરીદહાજી સુમરા જાતે સંધિ (૨૮) રહે.મકરાણીવાસ, જગદીશ રાણા ધોળકિયા જાતે કોળી (૨૩) રહે. મહાકાળી ઓઇલ મીલ પાસે સ્મશાન રોડ વીસીપરા, હાજીહારૂન ઉમર ભટ્ટી જાતે મિંયાણા (૩૦) રહે.વજેપર, સાજીદ ઓસમાણ હાસમ ગોરી જાતે પીંજારા (૨૭) રહે.કબીર ટેકરી જમાતખાના વાળી શેરી અને હબીબ મામદ ઓસમાણ દલ જાતે વાઘેર (૪૨) રહે.સાંઈબાબા મંદિર પાસે રણછોડનગર નવલખી રોડ મોરબી વાળાઓ જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા અને તેઓ પાસેથી રોકડા રૂપિયા ૧૧,૫૪૦ જપ્ત કરીને પાંચેય વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરીને તેઓની ધરપકડ કરવામાં આવી હતી. 

તે રીતે જ મોરબીના નવલખી રોડ ઉપર સાંઈબાબા મંદિર પાસે સરદારજીના બંગલા પાસે જાહેરમાં રોન પોલીસનો જુગાર રમી રહેલ અલીયાસ નૂરમામદ નોવર જાતે મિંયાણા (૩૮) રહે.લાતીપ્લોટ, અબ્દુલ ઈકબાલ રાઠોડ જાતે ઘાંચી (૨૮) રહે.કાલીકાપ્લોટ શેરી નંબર-૪ અને વિપુલ ચમન આડેસરા જાતે સોની રહે. મોચી શેરી ગ્રીનચોક મોરબી વાળાઓ જુગાર રમતા મળી આવ્યા હોય તેઓની રોકડા રૂપિયા ૨૪૮૦ સાથે ધરપકડ કરીને તેઓની સામે પણ જુગારધારા કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.




Latest News