મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ઘેર ઘેર તિરંગો લહેરાવવા રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાની લોકોને અપીલ


SHARE









મોરબી જીલ્લામાં ઘેર ઘેર તિરંગો લહેરાવવા રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાની લોકોને અપીલ

મોરબી જિલ્લાની સમગ્ર જનતાને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા અપીલ કરતા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી  બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, અત્યારે સમગ્ર રાષ્ટ્ર આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે હર ઘર તિરંગાનું આહ્વાન કરવામાં આવ્યું છે. જે આહ્વાન અન્વયે મોરબી જિલ્લાના લોકો પણ રાષ્ટ્ર ભાવના દેદિત્યમાન કરવામાં પાછળ ન રહે તે જરૂરી છે. તો સૌ સ્વયંભૂ ઘર, ઓફિસ તમામ જગ્યાઓએ તિરંગો લહેરાવી રાષ્ટ્રપ્રેમ પ્રદર્શિત કરે. તો ચાલો હર ઘર પર તિરંગો લહેરાવી આપણું સ્વાભિમાન તેમજ રાષ્ટ્ર ભક્તિને ઉજાગર કરીએ.

બગથળા મહંત દામજી ભગત

હર ઘર તિરંગા કાર્યક્રમ અંગે દરેક ઘરે તિરંગો લહેરાવવા અપીલ કરતાં બગથળા નકલંક ધામના મહંત દામજી ભગતે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા શરૂ કરેલી નૂતન પહેલને આવકારું છું. સૌ લોકોમાં રાષ્ટ્ર પ્રેમની ભાવના પ્રગટ થાય એક એક ઘરમાં આ અભિયાન અંગે જાગૃતિ આવે તે જરૂરી છે. દરેક દેશનું એક આગવું પ્રતિક હોય છે. આપણી એકતા અને અખંડિતતા અને શૌર્યનું પ્રતિક છે આ તિરંગો. આન, બાન અને શાનથી આ તિરંગાનું સન્માન કરી ગૌરવશાળી બનવા અપીલ કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે, ભારત દેશ સદા અખંડિત અને અમર રહે, નાત જાત ના ભેદ વિના ભારત ભૂમીના સંતાન બનીને રહીએ. અંતમાં “ઝંડા ઊંચા રહે હંમેશ, યહી હમારા હૈ સંદેશ” કહી ભારતમાતાના તેમજ તમામ ભારતવાસીઓના ચરણોમાં વંદન કર્યા હતા.

સેલ્ફી પોઇન્ટ બનાવ્યો

હળવદ નગરપાલિકા દ્વારા પણ વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે હળવદ નગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા માટે એક સેલ્ફી પોઇન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં લોકો તિરંગા સાથે ફોટો ક્લિક કરાવી સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર મૂકી શકે. આ આયોજન થકી હર ઘર તિરંગા મહાઅભિયાનને વિવિધ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પણ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે.




Latest News