મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ઘેર ઘેર તિરંગો લહેરાવવા રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાની લોકોને અપીલ


SHARE







મોરબી જીલ્લામાં ઘેર ઘેર તિરંગો લહેરાવવા રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાની લોકોને અપીલ

મોરબી જિલ્લાની સમગ્ર જનતાને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા અપીલ કરતા શ્રમકૌશલ્ય વિકાસ અને રોજગારપંચાયત (સ્વંતત્ર હવાલો)ગ્રામ વિકાસગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી  બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કેઅત્યારે સમગ્ર રાષ્ટ્ર આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે હર ઘર તિરંગાનું આહ્વાન કરવામાં આવ્યું છે. જે આહ્વાન અન્વયે મોરબી જિલ્લાના લોકો પણ રાષ્ટ્ર ભાવના દેદિત્યમાન કરવામાં પાછળ ન રહે તે જરૂરી છે. તો સૌ સ્વયંભૂ ઘરઓફિસ તમામ જગ્યાઓએ તિરંગો લહેરાવી રાષ્ટ્રપ્રેમ પ્રદર્શિત કરે. તો ચાલો હર ઘર પર તિરંગો લહેરાવી આપણું સ્વાભિમાન તેમજ રાષ્ટ્ર ભક્તિને ઉજાગર કરીએ.

બગથળા મહંત દામજી ભગત

હર ઘર તિરંગા કાર્યક્રમ અંગે દરેક ઘરે તિરંગો લહેરાવવા અપીલ કરતાં બગથળા નકલંક ધામના મહંત દામજી ભગતે જણાવ્યું હતું કેસરકાર દ્વારા શરૂ કરેલી નૂતન પહેલને આવકારું છું. સૌ લોકોમાં રાષ્ટ્ર પ્રેમની ભાવના પ્રગટ થાય એક એક ઘરમાં આ અભિયાન અંગે જાગૃતિ આવે તે જરૂરી છે. દરેક દેશનું એક આગવું પ્રતિક હોય છે. આપણી એકતા અને અખંડિતતા અને શૌર્યનું પ્રતિક છે આ તિરંગો. આનબાન અને શાનથી આ તિરંગાનું સન્માન કરી ગૌરવશાળી બનવા અપીલ કરી હતી. વધુમાં જણાવ્યું હતું કેભારત દેશ સદા અખંડિત અને અમર રહેનાત જાત ના ભેદ વિના ભારત ભૂમીના સંતાન બનીને રહીએ. અંતમાં ઝંડા ઊંચા રહે હંમેશયહી હમારા હૈ સંદેશ” કહી ભારતમાતાના તેમજ તમામ ભારતવાસીઓના ચરણોમાં વંદન કર્યા હતા.

સેલ્ફી પોઇન્ટ બનાવ્યો

હળવદ નગરપાલિકા દ્વારા પણ વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે હળવદ નગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા માટે એક સેલ્ફી પોઇન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં લોકો તિરંગા સાથે ફોટો ક્લિક કરાવી સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર મૂકી શકે. આ આયોજન થકી હર ઘર તિરંગા મહાઅભિયાનને વિવિધ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પણ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે.






Latest News