વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા મહાપુરુષોની પ્રતિમાઓને સાફ કરવા માટે કરાઇ રજૂઆત


SHARE









મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા મહાપુરુષોની પ્રતિમાઓને સાફ કરવા માટે કરાઇ રજૂઆત

મોરબીમાં જુદાજુદા સ્થળે ક્રાંતિકારીઓ અને મહાનુભાવોની પ્રતિમાઓ મૂકવામાં આવી છે જો કે, ટે હાલમાં અત્યંત ખરાબ સ્થિતિમાં છે જેથી કરીને ક્રાંતિકારી સેના દ્વારા પ્રતિમાઓનું વહેલી તકે સમારકામ કરવા આવે અને ત્યાં કાયમી સફાઈ રાખવામા આવે તેવી માંગ કરવામાં આવી છે

હાલમાં ક્રાંતિકારી સેના દ્વારા ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, દેશની આઝાદી માટે મહાપુરુષો અને ક્રાંતિકારીઓએ બલિદાન આપ્યું છે જેથી કરીને તેને લોકો યાદ કરીને તેમાંથી પ્રેરણા લઈ શકે તે માટે મોરબીના જુદાજુદા વિસ્તારમાં મહાત્મા ગાંધીજી, ક્રાંતિકારી ભગતસિંહ, સરદાર વલ્લ્ભભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ, મહારાણા પ્રતાપની પ્રતિમા અને ડૉ.બાબા સાહેબ આંબેડકર સહિતના મહાનુભાવોની પ્રતિમાઓને મૂકવામાં આવી છે આ તમામ પ્રતિમાઓની આસપાસમાં ગંદકીના ઢગલા છે જેથી કરીને તેને દૂર કરવામાં આવે અને પ્રતિમાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરેલ છે




Latest News