વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની ભારતી વિદ્યાલય શાળા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા રેલી યોજાઇ


SHARE









મોરબીની ભારતી વિદ્યાલય શાળા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા રેલી યોજાઇ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી ભારતી વિદ્યાલય શાળા દ્વારા આજુબાજુના વિસ્તારમાં તિરંગા રેલી કાઢવામાં આવી હતી અને લોકોને હર ઘર તિરંગા લહેરાવાનો સંદેશ આપવામાં આવ્યો હતો આ રેલીનું પ્રસ્થાન શાળાના સ્થાપક લાલજીભાઈ મહેતા અને મોરબી નગર પાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ શાળાના પ્રમુખ હિતેષભાઇ મહેતાએ કરાવ્યુ હતું અને આ તિરંગા રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભારત માતા, મહાત્મા ગાંધી, ભગત સિંહ, સુખદેવ, રાજગુરુ, સુભાષચંદ્ર બોઝ, ઇન્દિરા ગાંધી, મહારાણા પ્રતાપ, ડો. બાબાસાહેબ આંબેડકર, પોલીસ, મિલેટ્રી, સરદાર પટેલ, રાણી લક્ષ્મીબાઈ, રાણી દુર્ગાવતી, વીર સાવરકર જેવા ક્રાંતિકારીઓ અને સ્વાતંત્ર્યસેનાની વેશભૂષા સાથે જોડાયા હતા જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને મોરબીના સામાકાંઠા વિસ્તારમા ગિરિરાજ સોસાયટી, સરસ્વતી સોસાયટી, વર્ધમાનનગર, અનંતનગર, રામકૃષ્ણ નગર, રિલીફ નગર, રોટરી નગર, અરુણોદયનગર વિસ્તારમાંથી રેલી નીકળી ત્યારે રસ્તાઓ ભારત માતા કી જય અને વંદે માતરમ ના નારથી માર્ગો ગુંજી ઉઠયા હતા આ રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ આજુબાજુ વિસ્તારના લોકો ખૂબ જ ઉત્સાહ પૂર્વક જોડાયા હતા અને અંતમાં શાળાના સંચાલક કૌશલભાઈ મહેતા અને વિવેકભાઈ મહેતાએ તિરંગા રેલીમાં જોડાયેલ તમામ દેશ પ્રેમીઓનો આભાર વ્યક્ત કર્યો હતો

 

મોરબીની આર્ટ્સ કોલેજમાં એનએસએસ વિભાગ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ 

સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા ગઇકાલે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતી અને એન.એસ.એસ. ના સ્વયંસેવકો દ્વારા વૃક્ષો વાવવા માટે ખાડાઓ ખોદવામાં આવ્યા હતા ત્યાં ૨૮ આસોપાલવના વૃક્ષો વાવવામાં આવ્યા હતા આ તકે કોલેજના પ્રિન્સિપાલ કે.આર. દંગી, એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. રામ વારોતરિયા તેમજ શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થી હાજર રહ્યા હતા




Latest News