મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળી ગામેથી સખી મંડળની મિટિંગમાં જવા નીકળેલ યુવતી ગુમ


SHARE









ટંકારાના હરબટીયાળી ગામેથી સખી મંડળની મિટિંગમાં જવા નીકળેલ યુવતી ગુમ

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા પરિવારની દીકરી સખી મંડળની મિટિંગમાં જાઉં છું તેવું કહીને ઘરેથી નીકળ્યા બાદ ગુમ થઈ ગયેલ છે જેથી કરીને હાલમાં ગુમ થયેલ યુવતીના ભાઈએ તેની બહેન ગુમ થઈ હોવા અંગેની ગુમસુધા ફરિયાદ ટંકારા પોલીસ સ્ટેશને નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા પ્રવીણભાઈ મંગાભાઈ સોલંકી (ઉમર ૪૦) એ હાલમાં તેની બહેન ભાગ્યશ્રી મંગાભાઈ સોલંકી (૩૧) તા ૯/૮ ના રોજ સાડા ચારેક વાગ્યે પોતાના ઘરેથી સખી મંડળની મિટિંગમાં જાઉં છું તેવું કહીને નીકળી હતી અને ત્યારબાદ તે ઘરે પરત આવેલ નથી જેથી કરીને પરિવારજનો દ્વારા તેને શોધવા માટે થઈને કવાયત કરવામાં આવી રહી હતી પરંતુ કોઈ જગ્યાએથી ભાગ્યશ્રીબેનનો પતો નહીં લાગતા હાલમાં ભાગ્યશ્રીબેનના ભાઈ પ્રવીણભાઈએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની બહેન ગુમ થઈ હોવા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમસુધા નોંધ કરીને યુવતીને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News