મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીની નીલકમલ સોસાયટીમાંથી કામે જવાનું કહીને નીકળેલ યુવતી ગુમ


SHARE









મોરબીની નીલકમલ સોસાયટીમાંથી કામે જવાનું કહીને નીકળેલ યુવતી ગુમ

મોરબી શહેરના લીલાપર રોડ ઉપર આવેલ નીલકમલ સોસાયટીમાં રહેતી યુવતી કારખાને કામે જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ તે ગુમ થઈ ગયેલ છે જેથી કરીને યુવતીને તેના પરિવારજનો શોધતા હતા.પરંતુ કોઈ જગ્યાએથી યુવતીનો પતો ન લાગતા હાલમાં યુવતીના પિતા દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દીકરી હોવાથી ગુમશૂધા ફરિયાદ કરવામાં આવી છે જેથી કરીને પોલીસે યુવતીને શોધવા માટે કવાયત શરૂ કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ નીલકમલ સોસાયટીમાં રહેતા દિલીપભાઈ જીવરાજભાઈ પરમાર (ઉમર ૪૨) ની દીકરી રવિનાબેન દિલીપભાઈ પરમાર (ઉમર ૨૧) ગત તા.૨૫-૭ ના સવારના ૮:૩૦ વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી લાતી પ્લોટ વિસ્તારમાં કામે જવાનું કહીને નીકળી હતી અને ત્યારબાદ તે ઘરે પરત આવેલ નથી જેથી પરિવારજનો દ્વારા તેને ઘરમેળે શોધવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.તેમ છતાં પણ કોઈ જગ્યાએથી રવિનાબેનનો પત્તો લાગ્યો ન હતો જેથી કરીને હાલમાં દિલીપભાઈ પરમાર દ્વારા તેની દીકરી રવિનાબેન ગુમ થઇ હોવા અંગેની ગુમસુધા ફરિયાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે યુવતીને શોધવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં હળવદ રોડ ઉપર આવેલ ભગવતધામ સોસાયટી પાસેની મારૂતિનંદન સોસાયટીમાં રહેતા રમીલાબેન આત્મારામભાઈ પટેલ નામના ૬૫ વર્ષીય વૃદ્ધા જડેશ્વર મંદિર તરફ ગયા હતા ત્યાં રસ્તામાં બ્રિજ પાસે તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાઓ થવાથી તેમને મોરબીના સામાકાંઠે માળીયા ફાટક પાસે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે રાજકોટના ધર્મરાજપાર્ક વિસ્તારમાં રહેતા ગીરીશભાઈ જેઠાભાઇ હાંસલીયા નામના ૫૭ વર્ષીય આધેડને રાજકોટ ખાતે ૮૦ ફૂટ મેઇન રોડ નજીક ગાયત્રીપાર્ક પાસે બાઈક સ્લીપ થઈ જવાના બનેલા અકસ્માત બનાવવામાં ઇજાઓ થતા તેમને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા..!

વૃદ્ધા સારવારમાં

મોરબી જિલ્લાના માળિયા મીંયાણા તાલુકાના ખાખરેચી ગામે તુલસી શ્યામ મંદિર પાસે રહેતા માણેકબેન કરશનભાઈ મેથાણીયા નામના ૬૬ વર્ષીય વૃદ્ધા પોતાના પુત્રની પાછળ બાઈકમાં બેસીને જતા હતા ત્યારે રસ્તામાં તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઇજાઓ થવાથી તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે મોરબીમાં રહેતા શાંતાબેન મહેશભાઈ પરમાર નામની ૪૦ વર્ષની મહિલાને તેના ઘેર તેના પતિ દ્વારા માર મારવામાં આવતા ઇજાઓ થવાથી તેમને પણ સારવારમાં ખસેડાયા હતા.






Latest News