મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ મોરબીમાં બેફામ ગતિએ સ્કોર્પિયો દોડાવનારા શખ્સની સામે ગુનો નોંધાયો: ગાડી કબ્જે કરીને આરોપીની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વાર નવરાત્રિ નિમિતે રંગ રાત્રી મહોત્સવ યોજાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં પુત્ર અને પુત્રવધુએ માર મારતા વૃદ્ધ સારવારમાં..!


SHARE









મોરબીમાં પુત્ર અને પુત્રવધુએ માર મારતા વૃદ્ધ સારવારમાં..!

મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ કુબેરનાથ શેરીમાં રહેતા વૃદ્ધને તેના પુત્ર અને પુત્રવધુ દ્વારા માર મારવામાં આવતા ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવારમાં ખસેડાયા હતા.બાદમાં તેઓએ પોતાના પુત્ર અને પુત્રવધુ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

કળિયુગની પરાકાષ્ઠા દર્શાવતા ઉપરના બનાવ સંદર્ભે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ કુબેરનાથ રોડ ઉપર રહેતા નંદલાલભાઈ ગગજીભાઈ ચૌહાણ નામના ૭૩ વર્ષના વૃદ્ધને તેમના ઘરે મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. સારવાર લીધા બાદ નંદલાલભાઈએ પોતાના જ પુત્ર સુનિલ નંદલાલ ચૌહાણ અને તેની પત્ની દક્ષાબેન સુનિલભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, નજીવી વાતે ઝઘડો કરીને બંને દ્વારા તેમને ધક્કો મારીને પાડી દીધા બાદ ઢીકાપાટુ વડે મારામારી કરવામાં આવી હતી.હાલ તેઓએ નોંધાવીને ફરિયાદ આધારે એ ડિવિઝન પોલીસ મથકના એ.પી.જાડેજા દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.

રીક્ષામાંથી પડી જતા ઈજા

માળીયા મીંયાણાના કાજરડા ગામે રહેતા સહેરાબેન નુરમામદભાઈ માણેક નામના ૭૧ વર્ષીય વૃદ્ધા રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે માળિયા ગામના ઝાંપા પાસે તેઓ રિક્ષામાંથી નીચે પડી જતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતો ભુનેશભાઈ સાગઠીયા નામનો ૧૫ વર્ષીય સગીર હળવદ ચોકડી પાસે હતો ત્યાં બે અજાણ્યા લોકો દ્વારા તેને માર મારવામાં આવતા સારવારમાં ખસેડાયો હતો.

દવા પી લેતા સારવારમાં

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરા મેઇન રોડ ઉપર રહેતા મીનાબેન લાખાભાઈ ચૌહાણ નામના ૩૭ વર્ષના મહિલાએ કોઇકારણોસર ઝેરી દવા પી લેતા તેઓને અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે




Latest News