મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી, હળવદ અને માળીયામાં જુગારની પાંચ રેડ: ૩૪ જુગારી ૨.૭૯ લાખના મુદ્દામાલ સાથે પકડાયા


SHARE









મોરબી, હળવદ અને માળીયામાં જુગારની પાંચ રેડ: ૩૪ જુગારી ૨.૭૯ લાખના મુદ્દામાલ સાથે પકડાયા

મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં જુગાર ધામ ઉપર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી રહી છે દરમિયાન આજના દિવસે મોરબી, હળવદ અને માળીયા શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જુગારની જુદી જુદી પાંચ રેડ કરવામાં આવી છે જેમાં ૩૪ જુગારીઓને ૨૭૯૭૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેઓની સામે જુગાર ધારા હેઠળ ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

હળવદ તાલુકાના સુંદરગઢ ગામે સ્મશાન પાસે જાહેરમાં જુગાર રમતાઓની બાતમી મળી હતી જેથી કરીને ત્યાં જુગારની રેડ કરવામાં આવતા દેવજીભાઈ જીવણભાઈ પાટડીયા, કુકાભાઈ ગોરધનભાઈ ચરમારી, રવિભાઈ ચતુરભાઈ ખાંભડીયા, રાજેશભાઈ રામજીભાઈ ખાંભડીયા, હકાભાઇ કૈણાભાઇ લીલાપરા, સુખદેવભાઈ બચુભાઈ ચરમારી અને અમૃતભાઈ બાબુભાઈ જીજવાડીયા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૮૬૫૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

માળીયા મીયાણા તાલુકાના રોહીશાળા ગામે રહેતા પ્રભુભાઈ જેરામભાઈ કાલરીયાના ઘરે જુગાર રમતાઓની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરધણી પ્રભુભાઈ કાલરીયા ઉપરાંત મગનભાઈ ભુદરભાઈ લોરીયા, શાંતિભાઈ ઉર્ફે બાબુભાઈ ઓડીયા, પ્રવીણભાઈ પ્રભુભાઈ કાલરીયા, રતિભાઈ જગદીશભાઈ કાલરીયા અને મણીલાલ જાદવજીભાઈ કાલરીયા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેઓની પાસેથી રોકડા રૂપિયા ૯૨૫૦૦ તેમજ છ મોબાઈલ ફોન આમ કુલ મળીને ૧,૦૧,૫૦૦ રૂપિયાનો મુદ્દા માલ કબજે કરેલ છે

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ખાદી ભવન પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે જુગાર રમતા મનોજભાઈ વિજયભાઈ હળવદિયા, રાજેશભાઈ વિજયભાઈ હળવદિયા, અર્જુનભાઈ મગનભાઈ હળવદિયા, પ્રવીણભાઈ તુલસીભાઈ હળવદિયા, અનિલભાઈ અમરશીભાઈ હળવદિયા, વિશાલભાઈ તુલસીભાઈ હળવદિયા અને રાહુલભાઈ વિજયભાઈ હળવદિયા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૧૧૦૦ ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળી કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર વિસ્તાર તરફ જવાના રસ્તે સરદારજીના બંગલા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેથી પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી મયુરભાઈ અનિલભાઈ રાઠોડ, ગૌતમભાઈ અમૃતભાઈ સોલંકી, અશ્વિનભાઈ મનુભાઈ વાઘેલા, મહેશભાઈ મનુભાઈ વાઘેલા અને વિજયભાઈ દિલીપભાઈ પરમાર જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી ૧૦૦૫૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગાર હેઠળ ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી સીટી એ ડવિઝન પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે તેઓએ મોરબીના વજેપર વિસ્તારમાં આવેલ શેરી નંબર ૨૧ માં રહેતા રાજેશ મલાભાઈ સોનગ્રા જાતે સતવારા (૪૧) નામના ઇસમના ઘરે દરોડો પાડયો હતો.જ્યાં ઘરધણી રાજેશ બહારથી માણસોને બોલાવીને જુગારધામ ચલાવતો હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે સ્થળ ઉપરથી ઘરધણી રાજેશ મલા સોનગ્રા ઉપરાંત કેતન રમેશ ચાવડા સતવારા (૨૫) વજેપર, અનિલ મલા હડિયલ સતવારા (૩૭) માધાપરા, અનિલ રતિલાલ પરમાર સતવારા (૪૭) વજેપર, વિશાલ લાલજી સોનગ્રા સતવારા (૨૫) વજેપર, કરણ હસમુખ સોનગ્રા સતવારા (૨૮) રહે.શનાળા, પાર્થ ગોકળ નકુમ સતવારા (૨૮) રહે.અમરનાથ સોસાયટી નવા બસ સ્ટેશન પાસે, પ્રેમજી ભગવાન પરમાર સતવારા (૪૦) વજેપર અને મનસુખ ધના પરમાર સથવારા (૫૨) રહે.વજેપરની રોકડા રૂપિયા ૧,૩૮,૪૦૦ જેવી અધધઝ રોકડ રકમ સાથે ધરપકડ કરી તમામ સામે જુગારધારા કલમ ૪ અને ૫ મુજબ ગુનો દાખલ કર્યો હતો.(jugar, glembing)






Latest News