મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

રશિયામાં યોજાયેલ ફોટોગ્રાફીની ઓનલાઇન સ્પર્ધામાં મોરબીના યુવા ઉદ્યોગપતિ દુષ્યંતભાઈ સનાવડાનો ડંકો


SHARE







રશિયામાં યોજાયેલ ફોટોગ્રાફીની ઓનલાઇન સ્પર્ધામાં મોરબીના યુવા ઉદ્યોગપતિ દુષ્યંતભાઈ સનાવડાનો ડંકો

મોરબીના યુવા ઉદ્યોગપતિ અને ફોટોગ્રાફી માટે મોરબી પંથકમાં જાણીતા મૂળ જસમતગઢ ગામના રહેવાસી દુષ્યંતભાઈ રમેશભાઈ સનાવડા મોરબી શહેર અને જિલ્લાના જુદા-જુદા વિસ્તારોમાંથી પશુ પક્ષીઓના તેમજ અન્ય ફોટોગ્રાફ્સ પાડતા હોય છે તે હંમેશા ચર્ચાનો વિષય બનતા હોય છે તેવામાં તાજેતરમાં રશિયા ખાતે ૩૫ એવોર્ડ નામની ઓનલાઇન ફોટોગ્રાફીની સ્પર્ધા યોજાઇ હતી જેમાં દુનિયાના ૧૨૫ દેશમાંથી ૫૨૮૭ જેટલા સ્પર્ધકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને તેઓએ પાડેલા ૨૦૪૯૮ ફોટા  આ સ્પર્ધામાં મોકલાવવામાં આવ્યા હતા અને તેનો ફાઇનલ પરિણામમાં મોરબીના દુષ્યંતભાઈ સનાવડા દ્વારા મોકલાવવામાં આવેલ ઘુવડ પક્ષીના ફોટાને સમગ્ર દુનિયામાં ટોપ ટેનની પર્સન્ટેજમાં લેવામાં આવેલ છે અને તેઓ દ્વારા ફોટા મોકલાવવામાં આવ્યા હતા તેને ધ્યાને લાઈને તેઓને ફોટોગ્રાફર તરીકે વર્લ્ડમાં ૨૨ ટકા પર્સન્ટેજમાં સમાવવામાં આવેલ છે






Latest News