હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો મોરબીના વિદ્યુત સ્મશાનમાં સફાઈ કામ કરતી મહિલાનું વીજ શોક લાગતા મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં રાજ્યમંત્રી દેવાભાઈ માલમની હાજરીમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઇ


SHARE













મોરબી જીલ્લામાં રાજ્યમંત્રી દેવાભાઈ માલમની હાજરીમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઇ

મોરબીના વાંકાનેર ખાતે ૭૬ માં સ્વાતંત્ર પર્વની આન, બાન, શાન સાથેની ઉજવણી અમરસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. મોરબી જિલ્લાના પ્રભારી અને ગૌ સંવર્ધન મંત્રી દેવાભાઈ માલમે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી હતી તથા પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

આ તકે ગૌ સંવર્ધન મંત્રી દેવાભાઈ માલમે જણાવ્યું કે, આપણે સમગ્ર વર્ષ દરમિયાન 'આઝાદી અમૃત મહોત્સવ' હેઠળ વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરી છે. ૧૩ ઓગસ્ટથી આજ સુધીના 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલાં આહવાનને પગલે આપણાં ઘર, કચેરી, વ્યવસાયિક એકમો, ઔદ્યોગિક સાહસો એમ દરેકે - દરેક જગ્યાએ તિરંગો લહેરાવીને ભારત માતા તેમજ તિરંગાનું સન્માન કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ભારતને પહેલા ઉપેક્ષિત નજરે જોવામાં જોવામાં આવતું હતું. આજે વિશ્વ ભારતને સન્માનની નજરે જોઈ રહ્યું છે. વિકસિત ભારતના એક નવા આયામ સાથે એક ભારત-શ્રેષ્ઠ ભારતના મહામંત્રને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ રાષ્ટ્રના વિકાસની ગતિને બમણાં વેગથી આગળ ધપાવી રહ્યાં છે.

પ્રવાસન ક્ષેત્રની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત ટુરિઝમનું હબ બન્યું છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી, રણોત્સવ વગેરેએ ગુજરાતને વિશ્વ સમક્ષ ઉજાગર કર્યું છે. ગિરનાર રોપ વે, પાવાગઢ ધ્વજારોહણ વગેરેનો પણ મંત્રીએ ઉલ્લેખ કર્યો હતો. મંત્રીએ એર એમ્બ્યુલન્સ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, માં અમૃતમ યોજના વગેરે દ્વારા આરોગ્ય વિભાગ હેઠળ થયેલી કામગીરીની પણ છણાવટ કરી હતી.વધુમાં ૪૬ રોજગાર કચેરીઓ દ્વારા રોજગારીના સર્જનમાં પણ ગુજરાત અગ્રેસર છે તેમ જણાવ્યું હતું. ગાંધીજીના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી ગામડાઓનો વિકાસ કરવા ગામમાં પણ પાકા રસ્તા, શૌચાલયની સુવિધા, ૨૪ કલાક વીજળી આપીને શહેરો જેવાં બનાવ્યાં છે. રાજ્યમાં સ્માર્ટ સિટી વિકસિત થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. સેવા સેતુના ઉપક્રમથી બે કરોડ લોકોને ઘર આંગણે સેવા પૂરી પાડી છે.

સિંચાઈ ક્ષેત્રે ગુજરાતે પાણીદાર કાર્ય કરી બતાવ્યું છે. વધુમાં ઉમેર્યું હતું કે, કચ્છમાં નર્મદાનું વધારાનું એક મિલિયન એકર ફૂટ પાણી પહોંચાડી કચ્છની ધરાને નવપલ્લવિત કરી છે.૩૬ મી નેશનલ ગેમ્સ ગુજરાતમાં રમાય તે માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આ પ્રસંગે મંત્રીના હસ્તે વિકાસકાર્યો માટે ૨૫ લાખનો ચેક વાંકાનેર પ્રાંત અધિકારી શેરશિયાને એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉજવણીમાં એન.સી.સી કેડેટ્સ, મહિલા પોલીસ, જિલ્લા પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો દ્વારા પરેડ યોજી ત્રિરંગાને સલામી અપાઈ હતી. શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી હતી. તેમજ મંત્રીએ જિલ્લામાં વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ ખેલાડીઓનું સન્માન કર્યુ હતું આ તકે કલેક્ટર જે.બી.પટેલ, ડીડીઓ પરાગ ભગદેવ, એસપી રાહુલ ત્રિપાઠી, પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરા, જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, વાંકાનેરના મહારાજા કેશરીદેવસિંહજી ઝાલા સહિતના હાજર રહ્યા હતા






Latest News