મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં આરીફ મીરની માતાના ઘર ઉપર હુમલો કરવાના ગુનામાં વધુ એકની ધરપકડ


SHARE







મોરબીમાં આરીફ મીરની માતાના ઘર ઉપર હુમલો કરવાના ગુનામાં વધુ એકની ધરપકડ

મોરબીના કાલીકા પ્લોટ વિસ્તારમાં રહેતી આરીફ મીરની માતાના ઘરે થોડા સમય પહેલા દાઉદ મામદ પલેજા સહિત નવ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને પાઈપ, ધોકા વડે તેના ઘરના દરવાજમાં નુકશાન કર્યું હતું તેમજ સોડા બોટલ અને પથ્થરના છૂટા કરીને ઘર વખરીમાં પણ નુકશાની કરવાં આવી હતી જેની ફરિયાદ ત્યારે આરીફ મીરની માતાએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં અલીમામદ પાલેજાની ધરપકડ કરલે છે

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં નર્મદા હોલ પાસે રહેતા આરીફ મીરની માતા મુનિરાબેન ગુલામભાઇ ઘોળા જાતે મીર (૫૫)એ થોડા સમય પહેલા દાઉદ મામદ પલેજા, ઇમરાન મામદ પલેજા, અલી મામદ પલેજા સાહિત કુલ મળીને નવ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં અત્યાર સુધીમાં કેટલાક આરોપીઓને ઝડપી લેવામાં આવેલ છે તેવાં આ ગુનામાં નાસતો ફરતો આરોપી અલી મામદ પલેજા ધ્રાંગધ્રામાં આવેલ પાણીના ટાંકા પાસે રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં તેના મામાના ઘરે હોવાની ચોક્સ બાતમી પેરોલ ફર્લોની ટીમના પૃથ્વીસિંહ જાડેજા  અને દશરથસિંહ ચાવડાને મળી હતી જેના આધારે ત્યાંથી આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને પોલીસે વધુમાં જણાવ્યુ છે કે, આ આરોપી દારૂના ૧૦ અને શરીર  સબંધી ૪ આમ કુલ મળીને ૧૪ ગુનામાં નાસતો ફરતો હતો જેથી તેને પકડીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન સોપવામાં આવેલ છે

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના જૂની પીપળી ગામે રહેતા ચંપાબેન બંચલાભાઈ નાયકા નામની ૨૦ વર્ષીય મહિલા જય બાલાજી એન્ટરપ્રાઇઝ નામના યુનિટ પાસેથી જતી હતી ત્યારે તેઓને વાહન અકસ્માતના બનાવવામાં ઈજાઓ પહોંચતા સારવાર માટે મોરબી ખસેડાયા હતા.જ્યારે હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતા ગીતાબેન ગોવિંદભાઈ ભરવાડ નામની ૪૦ વર્ષીય મહિલા રીક્ષામાં બેસીને જતા હતા ત્યારે ખરેડીથી જીકીયારી જતા સમયે રસ્તામાં તેઓ રિક્ષામાંથી નીચે પડી જતા તેઓને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર ખસેડવામાં આવ્યા હતા અને બનાવને પગલે હાલમાં તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.






Latest News