મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઘરમાં ટીવી જોતા સમયે નીચે પડી જતાં વૃદ્ધનું મોત


SHARE







વાંકાનેરમાં ઘરમાં ટીવી જોતા સમયે નીચે પડી જતાં વૃદ્ધનું મોત

વાંકાનેર તાલુકા પંચાયત સામે રહેતા વૃદ્ધ પોતાના ઘરની અંદર ટીવી જોતા હતા ત્યારે કોઈ કારણોસર તે પડી ગયા હતા જેથી કરીને તેનો દીકરો તેને તાત્કાલિક વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા જેથી કરીને આ બનાવની વાંકાનેર સિટી પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકા પંચાયતની સામેના ભાગમાં રહેતા ગણેશભાઈ ગોકળભાઈ શંખેસરિયા (ઉંમર ૭૫) ગઇકાલે રત્ન સાડા આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા અને તે ટીવી જોઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તે નીચે પડી ગયા હતા જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે તેઓનો દીકરો મુકેશભાઈ ગણેશભાઈ વાકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટરે ગણેશભાઈ શંખેસરિયાને મૃત જાહેર કર્યા હતા જેથી આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

વૃદ્ધનું મોત

વાંકાનેર તાલુકાના રાતડીયા ગામે રહેતા ધુળાભાઈ લઘરાભાઈ ડાભીના ઘરે તેઓના મિત્ર સોંડાભાઈ કાનજીભાઈ મેર (૬૦) રહે. રાતડીયા વાળા ગયા હતા અને ત્યારે છાશ ફેરવવાની મોટર ચાલુ કરવા જતા ઈલેક્ટ્રીક શોર્ટ લાગવાથી તેઓનું ઘટના સ્થળે મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News