મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીથી કેશોદ દવા લેવા માટે જતાં થેલેસેમિયાગ્રસ્ત બાળકે બસમાં જ દમ તોડ્યો


SHARE







મોરબીથી કેશોદ દવા લેવા માટે જતાં થેલેસેમિયાગ્રસ્ત બાળકે બસમાં જ દમ તોડ્યો

મૂળ કેશોદના રહેવાસી અને હાલમાં મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામ પાસે ત્રિલોકધામ સોસાયટીમાં રહેતો યુવાન પોતાના પરિવાર સાથે કેશોદ નાના દીકરાને થેલેસેમિયા હોવાથી તેની દવા લેવા માટે અને સાતમ આઠમ કરવા માટે જતો હતો ત્યારે તેના નાનો દીકરો યુવાનની પત્નીના ખોળામાં સૂઈ ગયો અને અને બાદમાં તે દીકરો ઉઠ્યો ન હતો જેથી તેને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા આ બનાવની હોસ્પિટલ મારફતે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ કેશોદના રહેવાસી અને હાલમાં મોરબીના સીરામીક કારખાનામાં કામ કરતા અને જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામ પાસે ત્રિલોકધામમાં રહેતા સંજયભાઈ ગરેજા જાતે ઘેડિયા કોળી તેના પરિવાર સાથે તેના નાના દીકરા પ્રિયાંશુ (ઉંમર ૨) ને થેલેસેમિયાની બીમારી હોવાથી દવા લેવા માટે અને સાતમ આઠમની રજા હોવાથી કેશોદ વતનમાં જતાં હતા ત્યારે બસમાં સંજયભાઈના પત્નીના ખોળામાં તેનો નાનો દીકરો પ્રિયાંશુ સુઈ ગયો હતો અને સુતા બાદ તે રાજકોટ પહોંચ્યા ત્યારે ઉઠ્યો ન હતો જેથી તેને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા જોકે ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો જેથી આ બનાવવાની હોસ્પિટલ મારફતે સ્થાનિક પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પીધી

ટંકારા તાલુકાના નેકનામ ગામે જયુભાની વાડીએ રહીને મજૂરી કામ કરતો સુભાષ નટુભાઈ મહીડા (૨૪) નામનો યુવાન ગઈકાલે સવારે ૧૦ વાગ્યાના અરસામાં વાડીએ ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને પોલીસ પાસેથી જાણવા માટે વિગત પ્રમાણે યુવાનને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે જોકે તેને કયા કારણોસર ઝેરી દવા પીધી છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News