મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં સંધી મુસ્લિમ સમાજને ઓબીસી અનામતનો લાભ ચાલુ રાખવા માંગ કરી


SHARE







મોરબીમાં સંધી મુસ્લિમ સમાજને ઓબીસી અનામતનો લાભ ચાલુ રાખવા માંગ કરી

તાજેતરમાં સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઓબીસી અનામત અટકાવવા માટે નક્કી કર્યું છે તેને લઈને ઓબીસી સમાજમાં રોષ પ્રવૃર્તી રહ્યો છે અને ઠેરઠેર આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે ત્યારે સંધી મુસ્લિમ સમાજને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વસ્તીના આધારે ઓબીસી અંતર્ગત રાજકીય અનામતનો લાભ આપવાની માંગ સાથે સંધી મુસ્લિમ સમાજે નિવાસી અધિક કલેકટરને આવેદન પાઠવ્યું હતુ.માળિયાના નાના ભેલા ગામના કાસમ સુમરા સહીતનાઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે નિવૃત ન્યાયમૂર્તિ કે.એસ.ઝવેરીના પંચ સમક્ષ દૈનિક પત્રકમાં જાહેર નિવિદા તા.૩૦-૭-૨૨ મુજબ રજૂઆત કરીએ છીએ કે સંધી મુસ્લિમ સમાજનો ઓબીસીમાં સમાવેશ કરવામાં આવ્યો છે મોરબી જીલ્લામાં સંધી મુસ્લિમ સમાજની વસ્તી કુલ મળીને ૨૦,૦૦૦ થી વધુની છે સમાજમાં શિક્ષણનું સ્તર ઓછું છે અને મોટાભાગે લોકો મજુરી કામ કરે છે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ જેવી કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત તેમજ નગરપાલિકામાં સમાજનું પ્રતિનિધિત્વ નહીવત છે જેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સમાજની વસ્તીના આધારે ઓબીસી અંતર્ગત રાજકીય અનામતનો લાભ મળવા જોઇએ.






Latest News