વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

કારોના બાદ નબળાઈ રહેતા અને દવાઓથી કંટાળીને વૃદ્ધે કર્યો આપઘાત


SHARE









કારોના બાદ નબળાઈ રહેતા અને દવાઓથી કંટાળીને વૃદ્ધે કર્યો આપઘાત

રાજકોટના મોરબી રોડ ઉપર આવેલ ઓમ શાંતિ પાર્કમાં સેટેલાઈટ ચોક પાસે રહેતા વૃદ્ધ તેની બીમારીથી કંટાળી ગયા હતા અને જેથી મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ હમીરપર ગામ નજીકની ગૌશાળાના કુવામાં ઝંપલાવીને તેઓએ આપઘાત કર્યો હતો જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ બનાવની ટંકારા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટના મોરબી રોડ ઉપર આવેલ ઓમ શાંતિ પાર્કમાં સેટેલાઈટ ચોક પાસે રહેતા પરસોતમભાઈ નારણભાઈ પેઠાણી જાતે કોળી (ઉંમર ૬૨) પોતાનું એકટીવા લઈને ઘરેથી મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ હમીરપર ગામે સુરભી ગૌશાળા ખાતે તેના ગુરુ પાસે આવ્યા હતા અને ત્યાં ગૌશાળાના કુવામાં ઝંપલાવીને તેણે આપઘાત કર્યો હતો જેથી કરીને તેનો મૃતદેહ પાણીમાં તરતો હોય ત્યાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની ટંકારા તાલુકા પોલીસે જાણ કરવામાં આવી હતી આ બનાવ સંદર્ભે મૃતક વૃદ્ધના દિકરા અભયભાઈ પરસોત્તમભાઈ પેઠાણી જાતે કોળી (ઉમર ૩૧) સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેર દરમિયાન તેમના પિતા પરસોતમભાઈને કોરોના થયો હતો અને ત્યારબાદ તેની સતત દવાઓ ચાલુ રહેતી હતી અને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી આટલું જ નહીં શારીરિક નબળાઈ પણ રહેતી હતી જેથી દવાઓથી અને બીમારીથી કંટાળીને તેના પિતાએ ગૌશાળાના કુવામાં પડીને અંતિમ પગલું ભર્યું હોય શકે છે જેથી પોલીસે મૃતકના દીકરાની વાતના આધારે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News