મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો
Breaking news
Morbi Today

ટંકારાના બંગાવડી ગામે શેઢાની તકરારમાં વૃદ્ધ-તેના દીકરા ઉપર દાતરડા-લાકડી વડે હુમલો


SHARE









ટંકારાના બંગાવડી ગામે શેઢાની તકરારમાં વૃદ્ધ-તેના દીકરા ઉપર દાતરડા-લાકડી વડે હુમલો

ટંકારા તાલુકાના બંગાવડી ગામે ખેતરે કામગીરી કરી રહેલા વૃદ્ધ અને તેના દીકરા ઉપર પાડોશમાં ખેતર ધરાવતા પિતા પુત્રએ દાતરડા અને લાકડી વડે હુમલો કર્યો હતો જેથી કરીને ઈજા પામેલા વૃદ્ધ અને તેના દીકરાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતા કરસનભાઈ હરિભાઈ પંડ્યા (ઉંમર ૬૨) અને જીતેન્દ્રભાઈ કરસનભાઈ પંડયા (ઉંમર ૩૫) પોતાના ખેતરે કામગીરી કરી રહ્યા હતા દરમિયાન તેઓની બાજુમાં ખેતર ધરાવતા શાંતિભાઈ ઉગાભાઇ પડાયા અને તેના દીકરા રવિ શાંતિભાઈ પડાયાએ દાતરડા અને લાકડી વડે હુમલો કર્યો હતો અને કરસનભાઈ પંડ્યા તેમજ તેના દીકરા જીતેન્દ્રભાઈ પંડ્યાને દાતરડા અને લાકડીના ઘા ઝીંકવામાં આવ્યા હતા જેથી ઈજા પામેલા વૃદ્ધ અને તેના દીકરાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે કરસનભાઈના બીજા દીકરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે શેઢા તકરાર બાબતે તેના પિતા અને ભાઈ ઉપર પાડોશમાં ખેતર ધરાવતા શાંતિભાઈ અને તેના દીકરા રવિએ હુમલો કર્યો હતો આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઇજાગ્રસ્તની ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરેલ છે




Latest News